Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રદ્યુમન કેસ : ફોરેન્સિક ટુકડી દ્વારા રયાન સ્કુલમાં પહોંચી તપાસ કરાઈ

ગુરૂગ્રામના રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં સાત વર્ષના બાળક પ્રદ્યુમનની હત્યાના કેસમાં વધુને વધુ ગુંચવણ ઉભી થઇ રહી છે. કેટલાક પ્રકારના ઉઠી રહેલા સવાલો વચ્ચે આજે ફોરેન્સિક ટીમ રયાન સ્કુલમાં પહોંચી હતી. આ ટીમે અહીં પહોંચીને પુરાવા એકત્રિત કરવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા. પોલીસે આ મામલે આરોપી બનાવેલા બસના કન્ડકટર અશોકના ડીએનએ સેમ્પલ તપાસ માટે કરનાલની લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ બ્લડ ટેસ્ટની સાથે પોટેન્સી ટેસ્ટ પણ કરાવી રહી છે. સમગ્ર દેશમાં આ બનાવના કારણે અસર થઇ હતી. આ સમગ્ર મામલે હજુ સુધીની તપાસમાં હત્યાનો ઇરાદો જાહેર કરી શકાયો નથી. આરોપી અશોક પોલીસના સકંજામાં છે. પોલીસ મામલામાં તપાસને આગળ વધારી રહી છે. મંગળવારના દિવસે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ આવી ગયો હતો જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે તેની સાથે શારરિક શોષણ કરવામાં આવ્યુ ન હતુ. હત્યાના મામલે ગુંચ વધારે થઇ ગઇ છે. બીજી બાજુ વાલીઓ અને બાળકોના માતાપિતા આ મામલે ભારે હોબાળો મચાવી રહ્યા છે. તપાસને ઝડપી કરવાની માંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસને ઝડપી કરવાને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે.

Related posts

ભાજપે છેડો ફાડ્યો : મહેબુબા મુફ્તીનું રાજીનામું

aapnugujarat

BJP likely to deploy ShivSena’s leader as Maharashtra Dy. CM

aapnugujarat

મોદીની સુનામી બાદ કોંગ્રેસના રાજ્યો મુશ્કેલીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1