Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૭માં જમ્મુ કાશ્મીરમાં ૧૩૦ ત્રાસવાદી ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ સુધી ૧૩૦ ત્રાસવાદીઓના મોત થઇ ચુક્યા છે. અબુ દુજાના અને આરીફ લીલહારી ઠાર થયેલા ત્રાસવાદીઓમાં સામેલ છે. સત્તાવાર આંકડા મુજબ ૧૧૪ ત્રાસવાદીઓનો ૩૧મી જુલાઈ સુધી ખાત્મો કરવામાં આવ્યો હતો જ્યારે ૨૦૧૬માં આ ગાળા સુધી ૯૨ ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો. જુલાઈમાં ૨૨ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. ૨૦૧૨-૧૩માં ક્રમશઃ જમ્મુ કાશ્મીરમાં ૭૨ અને ૬૭ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ આંકડો પહેલી સપ્ટેમ્બર સુધીનો દર્શાવવામાં આવ્યો હતો. એનડીએના શાસન દરમિયાન મોતનો આંકડો સતત વધ્યો છે. ૨૦૧૪માં ૧૧૦, ૨૦૧૫માં ૧૦૮ અને ૨૦૧૬માં ૧૫૦ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓનો આંકડો પહેલાથી જ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫ના આંકડાને પાર કરી ગયો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે આક્રમક રણનીતિ અપનાવવામાં આવી રહી છે. ગયા વર્ષે માર્યા ગયેલા ૧૫૦ ત્રાસવાદીઓના આંકડાને આ વર્ષે પાર કરી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગૃહ મંત્રાલયના આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રાસવાદીઓ સામે ઝીરો ટોલરન્સ રણનીતિ અપનાવવામાં આવી રહી છે. સરકારમાં રહેલા સુત્રોનું કહેવું છે કે, ત્રાસવાદીઓ ઉપર તાજેતરના દિવસોમાં તીવ્ર દબાણ લાવવામાં આવ્યું છે. જેના કારણે લશ્કરે તોઇબાના અબુ દુજાના, અબુ ઇસ્માઇલ સહિતના ત્રાસવાદીઓ જાહેરમાં આવ્યા હતા અને અબુ દુજાના જેવા ખતરનાક ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં સફળતા મળી છે. જમ્મુ કાશ્મીર પોલીસ સુત્રો પાસેથી ઉપયોગી માહિતી પણ મળી રહી છે. તાજેતરના સમયમાં પોલીસ, સીઆરપીએફ, અને આર્મી વચ્ચે ખુબ સારા અને શાનદાર સંકલનના પરિણામ સ્વરુપે ત્રાસવાદીઓ સામે મોટી સફળતા મળી રહી છે. પાકી માહિતીના આધારે ત્રાસવાદીઓ સામે જોરદાર કાર્યવાહી ચાલી રહી છે. એન્કાઉન્ટરના સ્થળ ઉપર અનેક લોકોના દેખાવ છતાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. કટ્ટરપંથી સંગઠનો સામે પણ હવે પગલા લેવાઈ રહ્યા છે. અનેક હુર્રિયત નેતાઓ સામે સમાન્તર તપાસ થઇ ચુકી છે. આના ભાગરુપે જ ટેરર ફંડિંગના મામલામાં પુછપરછ પણ કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની પોલિસીના ભાગરુપે ત્રાસવાદીઓ સામેની લડાઈમાં વધુ નિર્ણાયક તબક્કામાં લઇ જવાશે.

 

Related posts

पीएम मोदी ने ‘नमामि गंगे योजना’ के तहत उत्तराखंड में 6 बड़ी परियोजनाओं का किया उद्घाटन

editor

Negative Covid-19 report compulsary for travellers from Delhi, Rajasthan, Gujarat and Goa : Maharashtra govt

editor

मनीष तिवारी के चुनावी खर्चे की जांच शुरू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1