Aapnu Gujarat
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં ૩ દિવસ સંપૂર્ણ લોકડાઉન

દેશના પશ્ચિમી રાજ્ય પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે તો સાથે શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા કોલેજોને ૨૦ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે કોરોનાથી અસરગ્રસ્ત છ શહેરોથી ફ્લાઇટ ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે તો તેની સાથે અનેક છૂટછાટો પણ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પરનો પ્રતિબંધ ૨૦ સપ્ટેમ્બર સુધી લંબાવાયો છે.
કેબિનેટની બેઠક બાદ તેમણે કહ્યું કે, અમને કોવિડ -૧૯ દ્વારા અસરગ્રસ્ત છ શહેરોથી ફ્લાઇટ ફરી શરૂ કરવા માટે ઘણી વિનંતીઓ મળી છે, તેથી ૧ સપ્ટેમ્બરથી આ છ શહેરોની ફ્લાઇટ્‌સ અઠવાડિયામાં ત્રણ વખત ચલાવવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે ૩૧ ઓગસ્ટ સુધી દિલ્હી, મુંબઈ ચેન્નાઇ પુણે નાગપુર અને અમદાવાદથી કોલકાતા આવતી ફલાઈટ્‌સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં શાળા કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ આગામી ૨૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
સાથે જ અન્ય પ્રતિબંધો પણ લાગુ રહેશે.તો સાથે સાથે ૭, ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
સાથે જ તેમણે જણાવ્યું કે કોવિડ-૧૯ સામે લડવા માટે પીએમ કેર્સ ફંડ માંથી આર્થિક કરવાની પણ અપીલ કરી છે.

Related posts

कर्नाटक : 17 विधायक अयोग्य सही, लेकिन चुनाव लड़ सकेंगे- SC

aapnugujarat

प्रधानमंत्री मोदी और श्रीलंका के पीएम राजपक्षे 26 सितंबर को द्विपक्षीय संबंधों पर करेंगे चर्चा

editor

तरनतारन में भारत-पाकिस्तान सीमा पर बीएसएफ ने 5 घुसपैठियों को मार गिराया

editor

Leave a Comment

UA-96247877-1