Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર કલેકટર કચેરીએ ગૌચર પરત કરવા આવેદનપત્ર અપાયું

રાજ્યમાં ભુ માફીયાઓ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ગૌચરની જમીનમાં મસમોટા બિલ્ડીંગ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતે ગુજરાત માલધારી સેના ગુજરાત દ્વારા રાજ્યના દરેક તાલુકામાં ગૌચર બચાવવા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ગાયોને ગૌચર ના મળતા ગાયો ની તસ્કરી, ચોરી અને ગાયો કતલખાને જાય છે જે ગૌચર ના હોવાના કારણે આવી ઘટના બનતી હોય છે. શહેરમાં ગૌચર ના હોવાના કારણે ગાયો રસ્તે રખડતી હોય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા માલધારીઓ ઉપર ફરિયાદ થતી હોય છે જેથી આ બધી મુશ્કેલી દૂર કરવા ગુજરાત માલધારી સેના સાબરકાંઠા દ્વારા ગૌચર પરત કરવા સરકાર સુધી અવાજ પહોંચાડવા જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે આવનારા દિવસોમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ચાર ઉમેદવારને ફોર્મ ભરવા કોંગ્રેસે સૂચના આપીસુચના

aapnugujarat

મોદી દેશનાં ચોકીદાર નહીં અનિલ અંબાણીનાં ભાગીદાર છે : કોંગ્રેસ

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલની અવિરત કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1