Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયાએ કોરોના વેક્સિન તૈયાર કરવા માટે ભારતની મદદ માંગી

દુનિયામાં કોરોનાની પહેલી વેક્સીન ’સ્પુતનિક ફ’ને મોટા પ્રમાણમાં તૈયાર કરવા માટે રશિયાએ ભારતની મદદ માગી છે. રશિયાના જણાવ્યા પ્રમાણે, તે ભારતની સાથે ભાગીદારીમાં આ વેક્સીનનું ઉત્પાદન કરવા માગે છે. જેથી સમગ્ર વિશ્વમાંથી દવાઓની માગ પૂરી કરી શકાય.
રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરિલ મિત્રીવએ આ અંગે જાણકારી આપી હતી. ’સ્પુતનિક ફ’ને રશિયાએ ગેમાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ ઇડ્ઢૈંહ્લની સાથે મળીને બનાવી છે. આ વેક્સીનના ત્રીજા તબક્કાનું ક્લિનિકટ ટ્રાયલ કરવામાં નથી આવ્યું.
કિરિલે એક ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ઘણા દેશોમાંથી વેક્સીનની માગ આવી રહી છે. આ માગને પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરવું પડશે. દવા ઉત્પાદનની બાબતમાં ભારત આગળ છે. અમને વિશ્વાસ છે કે ભારત મોટા પ્રમાણમાં તેની દવા તૈયાર કરી શકે છે અને અમે તેના માટે ભારત સાથે પાર્ટનરશિપ કરવા માગીએ છીએ.
કિરિલના જણાવ્યા પ્રમાણે, વેક્સીન ઉત્પાદન માટે અમે ડિટેઈલમાં રિસર્ચ કર્યું અને વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, ભારત, બ્રાઝિલ, સાઉથ કોરિયા અને ક્યુબા જેવા દેશોમાં ઉત્પાદનની સારી છે. તેથી અમે ઈચ્છીએ છીએ કે, આમાંથી કોઈપણ દેશ સ્પુતનિક ફ તૈયાર કરવામાં ઈન્ટરનેશનલ હબ બને.

Related posts

FATF ने श्रीलंका को दी राहत

aapnugujarat

જાપાન તરફ આવતા નોર્થ કોરિયાના મિસાઈલને તોડી પાડોઃ ટ્રમ્પ

aapnugujarat

પુતિનની અમેરિકાને સ્પષ્ટ વાતઃ ૭૫૫ ડિપ્લોમેટ્‌સે છોડવું પડશે રશિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1