Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પુતિનની અમેરિકાને સ્પષ્ટ વાતઃ ૭૫૫ ડિપ્લોમેટ્‌સે છોડવું પડશે રશિયા

રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને અમેરિકાને કડક ચેતવણી આપી છે. રશિયન ટેલિવિઝન ઉપર આપેલા એક ઈન્ટરવ્યૂમાં પુતિને જણાવ્યું કે, રશિયામાં કામ કરી રહેલા ૭૫૫ અમેરિકન ડિપ્લોમેટ્‌સને રશિયા છોડવું પડશે. ચેતવણીના સૂરમાં રશિયન પ્રેસિડેન્ટે જણાવ્યું કે, શક્ય છે કે, આ ઘટના બાદ રશિયાના અમેરિકા સાથેના સંબંધોમાં લાંબા સમય સુધી સુધાર ન થાય.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા તરફથી કડક પ્રતિબંધો લાગુ કરાયા બાદ રશિયા તરફથી વળતી કાર્યવાહીના ભાગરુપે આ પગલું ભરવામાં આવ્યું છે. આ પહેલા રશિયન વિદેશ મંત્રાલયે માગ કરી હતી કે, વોશિંગ્ટન સપ્ટેમ્બર-૨૦૧૭ સુધીમાં રશિયામાં તેના ડિપ્લોમેટ્‌સની સંખ્યા ઓછી કરીને ૪૫૫ સુધી મર્યાદિત કરે. તેમણે જણાવ્યું કે, અમેરિકામાં પણ રશિયાના આટલા જ ડિપ્લોમેટ્‌સ કાર્યરત છે. પુતિને રશિયન ટેલિવિઝનને જણાવ્યું કે, અમેરિકાની એમ્બેસી અને કોન્સ્યુલેટ એમ્બેસીમાં એક હજારથી વધુ લોકો કામ કરી રહ્યા હતા અને હજી પણ તેઓ કામ કરી રહ્યા છે.પુતિને કહ્યું કે, અમેરિકાના ૭૫૫ ડિપ્લોમેટ્‌સે રશિયામાં તેમનું કામ બંધ કરવું પડશે. જેને કારણે મોસ્કો અને વોશિંગ્ટનના સંબંધોમાં કદાચ લાંબા ગાળા માટે કડવાહટ પણ આવી શકે છે. પુતિને કહ્યું કે, અમને આશા હતી કે, વર્તમાન પરિસ્થિતિમાં સુધાર થશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં.આપને જણાવી દઈએ કે, અમેરિકન સેનેટે ગત રોજ એક બિલ પાસ કરીને મંજૂરી આપી હતી. જેમાં વર્ષ ૨૦૧૬ની અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં રશિયાની કથિત રીતે સંડોવણી અને વર્ષ ૨૦૧૪માં ક્રીમિયા પર અધિકાર કરવા માટે પ્રતિબંધો કડક કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રતિબંધ વાળા આ બિલમાં ઈરાન અને ઉત્તર કોરિયાને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

Related posts

અમેરિકામાં પાટણના યુવક પર ફાયરિંગ, ગોળી વાગતા સ્ટોરમાં ઢળી પડ્યો

aapnugujarat

ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીથી મૃત્યુઆંક ૮૪૦

aapnugujarat

દુનિયાભરમાં ૪૦ વર્ષમાં મોંઘવારીનો ગ્રાફ સૌથી ટોચ પર પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1