Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીથી મૃત્યુઆંક ૮૪૦

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં રિક્ટર સ્કેલ ઉપર ૭.૫ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ અને ત્યારબાદ સુનામીના પરિણામ સ્વરુપે અભૂતપૂર્વ નુકસાન થયું છે. આના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ૮૪૦ ઉપર પહોંચી ગઈ છે. મોતનો આંકડો હજુ પણ વધવાની દહેશત પ્રવર્તી રહી છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપત્તા દર્શાવવામાં આવી રહ્યા છે. દ્વિપમાં શુક્રવારના દિવસે આવેલા ભૂકંપ બાદ અનેક ઇમારતોમાં પાણી ઘુસી ગયા હતા. ૩૫૦૦૦૦ લોકોની વસ્તીવાળા આ દરિયાકાંઠાના શહેર પાલુમાં તમામ મકાનો નાશ પામ્યા હતા. ૮૨૧ લોકોના મોત પાલુમાં થયા છે જ્યારે ડોંગગાલામાં ૧૧ના મોત થયા છે. મોટી સંખ્યામાં વિદેશીઓ સહિત સેંકડો લોકો લાપત્તા દર્શાવવામાં આવ્યા છે. ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોના નાગરિકો લાપત્તા થયેલા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઇન્ડોનેશિયામાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસના પ્રમુખ જેલફેંડે કહ્યું છે કે, પાલુમાં અભૂતપૂર્વ નુુકસાન થયું છે. દૂરગામી વિસ્તારોમાં બચાવ ટુકડી હજુ પણ પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં નુકસાનનો અંદાજ હજુ મેળવવામાં આવી શકે છે. રેડક્રોસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપ અને સુનામીના કારણે હોસ્પિટલને પણ નુકસાન થયું છે જેથી ઇજાગ્રસ્તોને વધારે મુશ્કેલીઓ પડી રહી છે. ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ કહ્યું છે કે હોનારતની જગ્યાએ મદદ માટે સેનાને બોલાવી લેવામાં આવી છે. હજારો ઘરો અને ઈમારતોને નુકસાન થયું છે. ૮૦ રૂમ ધરાવતી એક હોટલને પણ નુકસાન થયું છે. કેટલાક શોપીંગ મોલ, મસ્જિદો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સાવચેતીના પગલારૂપે પાલુ એરપોર્ટને હાલમાં બંધ રાખવામાં આવ્યો છે. આશરે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવનાત પાલુ શહેરમાં સુનામી બાદ પાંચ ફૂટથી ઉંચા મોજા ઉછળ્યા હતા. અનેક મૃતદેહ દરિયાકાંઠે નજરે પડ્યા હતા. હોનારતના દિવસે દરિયાકાંઠા પર કોઈ ઉજવણી ચાલી રહી હતી. ત્યાં હાલમાં મૃતદેહોની શોધખોલ ચાલી રહી છે. ભૂકંપ બાદ લોકો બુમાબુમ કરતા ભાગતા નજરે પડ્યા હતા. શક્તિશાળી સુલાવેસી ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે, સુનામીની ચેતવણી થોડાક સમય બાદ ઉઠાવી લેવામાં આવી હતી. જો કે, ઇન્ડોનેશિયન ટીવીએ શક્તિશાળી મોજાના એક સ્માર્ટ ફોનના વિડિયો દર્શાવ્યા હતા જેમાં પાલુમાં લોકો ચારેબાજુ ભાગતા નજરે પડ્યા હતા. પાલુ શહેરમાં બે મીટર સુધીના મોજા ઉછળ્યા હતા પરંતુ પાણીની ગતિ પ્રમાણમાં ધીમી રહી હતી. સુનાવણીની ચેતવણી પરત લઇ લેવામાં આવ્યા બાદ તંત્રએ રાહત અનુભવી હતી. પાલુ શહેરમાં સુનામીના કારણે દરિયામાં છ ફુટ સુધી મોજા ઉછળ્યા હતા. અનેક ઇમારતો પણ ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઉથલપાથલ અને દહેશત વચ્ચે લોકો માર્ગો ઉપર દોડતા નજરે પડ્યા હતા. મધ્ય સુલાવેસીના ડોગલા વિસ્તારમાં ૧૦ કિલોમીટર જમીનની નીચે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે સુનામીની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ લોંમબોક દ્વિપમાં ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હતા. આજે ભુકંપનું કેન્દ્ર પાલુ શહેરથી ૭૮ કિલોમીટરના અંતરે સ્થિત હતું. પાલુ મધ્ય સુલાવેસી પ્રાંતના પાટનગર તરીકે છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, તેની અસર અહીંથી આશરે ૯૦૦ કિલોમીટર દૂર સુધી જોવા મળી હતી. પાલુના દક્ષિણમાં આશરે ૧૭૫ કિલોમીટરના અંતરે સ્થિત તોરાજાના નિવાસીએ કહ્યું હતું કે, ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયા સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે છે. ડિસેમ્બર ૨૦૦૪માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદ સુનામીના કારણે હિંદ મહાસાગર ક્ષેત્રના અનેક દેશોમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા.

Related posts

ગુંડાતત્વો સામે અથડામણનો દોર હાલ જારી રહેશે : યોગી

aapnugujarat

BJYM to send 1 lacs ‘Jai Shri Ram’ postcards to WB CM Mamata Banerjee

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ કેન્દ્ર-રાજ્યો નહીં લાવે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1