એટલાન્ટા શહેરમાં વધુ એક ગુજરાતી યુવક પર ગોળી ચલાવવામાં આવી છે. સોમવારે સાંજે યુવક એટલાન્ટાના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરી રહ્યો હતો.
આ દરમિયાન બે લૂંટારું સ્ટોરમાં ઘૂસ્યા અને યુવક પર ગોળીબાર કરી દીધો હતો. આ ગોળીબારમાં તેને માથાના ભાગમાં ઈજા થઈ હતી. હાલ યુવકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એટલાન્ટા શહેરમાં સ્થિત એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સોમવારે સાંજે બે લૂંટારુંઓએ હુમલો કરી દીધો હતો.
લૂંટની માટે આવેલા લૂંટારુંઓએ સ્ટોરમાં કામ કરી રહેલા સમીર હસમુખભાઈ પટેલને ગોળી મારી દીધી હતી.ગોળી સમીરને માથાના ભાગમાં વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.હુમલો કર્યા બાદ લૂંટારુંઓ સ્ટોરમાંથી કેસ બોક્સ તથા અન્ય વસ્તુઓની લૂંટ ચલાવીને ફરાર થયા હતા.સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ હાલ લૂંટારુંઓની શોધખોળ કરી રહી છે.સમીર પટેલ મૂળ પાટણ તાલુકાના સંડેલ ગામનો વતની છે.અમેરિકામાં સમીર છેલ્લા પાંચ વર્ષથી રહેતો હતો.સમીરના પિતા હસમુખભાઈ પટેલનો પરિવાર સાથ હાલે સંડેલ ગામમાં રહે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ