Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં ધન્વંતરિ રથ દ્વારા રેપિડ ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે હિંમતનગર શહેરના કનટેનમેન્ટ વિસ્તારમાં ધન્વંતરિ રથ દ્વારા તમામ લોકોના રેપીડ ટેસ્ટ માટેના કાર્યક્રમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જીલ્લાના તમામ કોરોના સંક્રમિત વિસ્તારમાં આ ટેસ્ટ કરવામાં આવશે. આ રેપીડ ટેસ્ટમાં ફક્ત ૧૦ મિનિટમાં કોરોનાના લક્ષણોનો રિપોર્ટ આવે છે. રેપીડ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને ૧૦૪ હેલ્પ લાઇનમાં જાણ કરવામાં આવે છે ત્યારબાદ દર્દીને વધુ સારવાર મળી રહી અને વધુ સંક્રમણ ના ફેલાય તે માટેના ઉપાયો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે તે સાથે જ આ ધન્વંતરિ આરોગ્ય રથમાં ડૉક્ટર સહિત અન્ય કમૅચારીઓ આ કામ બાબતે ફરજ બજાવે છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ આ ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા લાખો લોકોએ સારવાર આપેલ છે જેના કારણે વર્તમાન સ્થિતિમાં અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને સાબરકાંઠા જિલ્લામાં પણ આજ થી આરંભ કરેલ ધન્વંતરિ આરોગ્ય રથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે અંગે દિશા માર્ગદર્શન કાર્ય કરી રહ્યા છે. આ ધન્વંતરિ આરોગ્ય રથમાં શરદી, ઉધરસ, તાવ જેવી બિમારીઓની દવા પણ ધન્વંતરિ આરોગ્ય રથમાંથી આપવામાં આવે છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

જૂનાગઢના ભેંસાણમાં ભાઈએ ભાઈને પતાવી દીધો

aapnugujarat

ગુજરાત ટુરીઝમમાં સર્વશ્રેષ્ઠ : રૂપાણી

aapnugujarat

औषधीय तत्वों से भरपूर आमला का सेवन करें। जाने आमले से कितने फायदे होते है।

aapnugujarat

Leave a Comment

UA-96247877-1