Aapnu Gujarat
ગુજરાત

શહેરા તાલુકાની ભાણાસીમલ પ્રાથમિક શાળામાં માસ્કનું વિતરણ

વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના મહામારીના વિકટ સમયે વિદ્યાર્થીઓની ચિંતા કરતા કોરોનાથી બચીએ,માસ્ક પહેરીએ કાર્યક્રમ અંતર્ગત ભાણાસીમલ પ્રાથમિક શાળા ખાતે બીંગ હ્યુમન ટીચર્સ ગ્રુપ દ્વારા શહેરા તાલુકાના નરસાણા ક્લસ્ટરની તમામ તથા અણીયાદ સેન્ટરની ત્રણ એમ કુલ ૧૨ શાળાઓના કુલ ૨૩૭૦ વિદ્યાર્થીઓ માટે એન-૯૫માસ્કનું વિતરણ વી.એમ.પટેલ (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પંચમહાલ)ના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી કરવામાં આવ્યું હતું.
પ્રથમ પાંચ શિક્ષિકા બહેનોને માસ્ક મુખ્ય મહેમાન દ્વારા આપી ત્યારબાદ તમામ શાળાના એક એક સભ્યને માસ્ક વિતરણની કીટ આપવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા આર્શીવચન પ્રાપ્ત થયા હતાં ત્યારબાદ આભારવિધિ કરવામાં આવી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બંને બીટના બીટ કેળવણી નિરીક્ષક , જિલ્લા શૈક્ષણિક ઘટક સંઘ પ્રમુખ, જિલ્લા પ્રતિનિધિ, તાલુકાના શિક્ષકોના બંને સંઘ ના પ્રમુખ, મંત્રીઓ સહિત તમામ શાળાઓના શિક્ષક મિત્રો તથા ગ્રામજનો ની ઉપસ્થિત રહ્યા. બીંગ હ્યુમન ટીચર્સ ગ્રુપના કારોબારી સભ્ય કલ્પેશ પટેલ, મૌલેશ પટેલ, હર્ષદ પટેલ, અનોપસિંહ બારીયા, ચેતન પટેલ, બાબુભાઇ.એ.બારીયા, અલ્પેશ પટેલ, ભરત ભોઈ, રાઉલજી જયપાલસિંહ, જીગર પટેલ દ્વારા આવેલ સર્વ મહેમાનોનો આભાર વ્યક્ત કરીએ છીએ.
કાર્યક્રમમાં સરકારની ગાઈડ લાઈન મુજબ કોવિડ૧૯ના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, શ્રેષ્ઠ વિચારો, અદ્‌ભુત સાહસ, વિદ્યા વિકાસના ધ્યેયને અનુસરી સતકર્મ કેડી ચિતરતા બિંગ હ્યુમન ટીચર્સ ગ્રુપ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓનો ધોધ વહેતો રહે છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા વ્યાજબી દરે મિઠાઈનું વિતરણ

aapnugujarat

તલોદમાં નકલી પોલીસ ઝડપાઈ

editor

अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा प्रोपर्टी टैक्स की रसीद नहीं देनेवाले कॉन्ट्राक्टर ब्लेकलिस्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1