Aapnu Gujarat
ગુજરાત

જૂનાગઢના ભેંસાણમાં ભાઈએ ભાઈને પતાવી દીધો

જૂનાગઢના ભેંસાણના નવા વાઘણીયા ગામે રહેતા કાળુભાઈ બચુભાઈ સિપાઈની માતા આલમબેનનું એક માસ પહેલા તા.૨૪ જુલાઈના રોજ અવસાન થયું હતું, અવસાન બાદ તા.૨૮ ઓગસ્ટના રોજ તેમનું ચાલીસમું કરવાનું નક્કી થયુ હતું. જે બાબતે ગઈકાલે રાતે પરિવારના સૌ ભાઈઓ અને સભ્યો ગામના મદ્રેશામાં ભેગા થયા હતા. જે ચર્ચામાં પરિવારના મોટા ભાઈ જમાલભાઈ બચુભાઈ સિપાઈએ કહ્યું કે, તમો બધા પૈસા ભેગા કરી આપી દો એટલે હું ચાલીસમું કરી નાખીશ, પરંતુ આ બાબતનો કાળુભાઈએ વિરોધ કર્યો હતો, અને જણાવ્યું કે, તમો એકલા કહો તેમ ન ચાલે બધા ભાઈઓ નક્કી કરે તેમ થશે. ત્યારે માથાકૂટ થતા બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે બાદ હાજર સૌએ છોડાવ્યો હતો. આ ઘટના બાદ જમાલ ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ થોડીવાર પછી જમાલ તેમજ તેના ત્રણ પુત્રો ઈબ્રાહીમ, રીઝવાન, અને અમિન હાથમાં લોખંડના પાઈપ અને લાકડી લઈને ઘસી આવી કાળુભાઈ ઉપર હુમલો કર્યો હતો, અને માથામાં તેમજ શરીરે આડેધડ જીવલેણ ઘા ઝીકીને નાસી ગયા હતા. હુમલામાં માથામાં ગંભીર ઈજા થવાથી કાળુભાઈને પ્રથમ ભેંસાણ અને ત્યાંથી જૂનાગઢ લાવવામાં આવતા તેમનું મોત થયું હતું. આ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો, જે અંગે આજે મરનાર કાળુભાઈના પુત્ર ઇમરાન સિપાઈ ઉ.૨૪ એ ભેંસાણ પોલીસમાં જમાલ અને તેના ત્રણ પુત્રો ઈબ્રાહીમ, રીઝવાન અને અમીન સામે હત્યા મામલે ફરિયાદ નોધાવતા પીએસઆઈ કે.એમ.ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.જૂનાગઢના ભેંસાણના નવા વાઘણીયા ગામે માતાના અવસાન બાદ તેમનું ચાલીસમું કેવી રીતે કરવું તે માટે પરિવાર ભેગો થયો હતો. આ દરમિયાન બે ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં પરિવારના મોટા ભાઈ અને તેના ત્રણ પુત્રોએ નાના ભાઈને લાકડી અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતા નાના ભાઈનું મોત થયું હતું. જેથી પોલીસમાં હત્યાની ફરિયાદ નોધાઇ છે.

Related posts

લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નિમિતે જુલુસ કાઢ્યુ

editor

बारिश के कारण ३ नेशनल, १५ स्टेट हाईवे , समेत ३२३ रास्ते बंद

aapnugujarat

गांधीनगर क्षेत्र में हुई हत्याओं का सिरियल किलर पकड़ा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1