Aapnu Gujarat
બિઝનેસ

સુરતમાં ડાયમંડ, સોના-ચાંદીની રાખડીની માંગ ઘટી

કોરોના કહેર વચ્ચે આવી રહે તહેવાર પણ ફીકા જોવા મળી રહ્યા છે, ત્યારે રક્ષાબંધનમાં સુરતમાં સોના-ચાંદીની અને ડાયમંડની રાખડી ખુબજ માંગ હોય છે. તેવામાં આ વર્ષે પણ તહેવારને લઈને જવેલર્સ દ્વારા રાખડીઓ તૈયાર તો કરવામાં આવી છે, પણ કોરોના મહામારી અને તેમાં પણ સોના અને ચાંદીમાં વધેલા ભાવની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે અને મંદીને લઈને આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર જવેલર્સ વેપારીઓ માટે ફીકો જોવા મળી રહ્યો છે.
આગળના દિવસમાં તહેવારોની સીઝન આવી રહી છે, જેમાં પહેલો તહેવાર આવે છે રક્ષાબંધન. જોકે સુરતમાં આ તહેવાર સુરતીઓ ખુબજ ઉત્સાથી ઉજવતા હોય છે, ખાસ કરીને સુરતમાં રક્ષાબંધનને લઈને જવેલર્સ ખાસ પ્રકારનું કલેકશન તૈયાર કરતા હોય છે. કારણ કે, સુરતમાં લોકો તહેવાર બાદ આ વસ્તુ પહેરી શકાય અને પોતાનું રોકાણ સોના અને ચાંદીમાં પણ કરતા હોય છે.ત્યારે સોના સાથે ચાંદી અને ડાયમંડની રાખડીની સુરતના બજારમાં ખુબ જ માંગ હોય છે, પણ આ વર્ષે જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને તેમાં પણ સોના અને ચાંદીના જે રીતે ભાવ આસમાને પહોંચ્યા છે, તેને લઈને લોકો ખરીદી નથી કરી રહ્યા.જોકે આ પ્રકારની રાખડી લેવા વાળો વર્ગ અલગ હોવાને લઈને જવેલર્સ દ્વારા રાખડીઓ તો તૈયાર કરવામાં આવી છે પણ ખરીદી ન હોવાને લઇને વેપારી માથે હાથ મૂકીને બેસેલા જોવા મળ્યા છે.આ તહેવારમાં રાખડી સાથે રોકાણ કરવા માટે આવી વસ્તુ ખરીદી કરતા હોય છે. તમને જણાવી દઈએ કે, સુરતના જવેલર્સો દ્વારા દ્વારા ૫૦૦ રૂપિયાથી લઇને ૧ લાખ સુધીની આવી રાખડીઓ બનાવી છે, પણ જે રીતે સોનું અને ચાંદી પોતાના ભાવ આસમાને લઇ ગયા છે, જેને લઈને કોરોના મહામારી વચ્ચે લોકોને વેપાર ઉધોગ બંધ છે, જેની સીધી અસર જવેલર્સના ઉધોગ પર દેખાઈ રહી છે.

Related posts

केंद्र सरकार और संरचनात्मक सुधारों के लिए कर रही है तैयारी : नीति आयोग सीईओ अमिताभ कांत

aapnugujarat

ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે ૨૫ લાખ નોકરીની તક ઉભી કરાશે

aapnugujarat

Sensex closes at 39615.90 with 86.18 points higher, Nifty closes at 11870.65

aapnugujarat

Leave a Comment

UA-96247877-1