Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં હજુ વધશે કોરોના

અમદાવાદમાં કોરોનના કેસોમાં ફરી વધારો થઇ રહ્યો છે. આ કેસના વધારા સિવાય લોકોના મૃત્યુના આંકડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન આવી રહી છે તેવા સંજોગોમાં હજુ પણ કોરોના કેસોમાં વધારો થવાની શક્યતા ડોકટરો સેવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્ર્‌મણ અને પોઝિટિવ કેસોમાં ખુબજ વધારો થઇ રહ્યો છે. આ વધારાના પાછળ ચૉમાસુ પણ એટલું જ જવાબદાર છે. ચોમાસા દરમિયાન કોરોના વધશે તેવું ડોક્ટરોએ અને “હું”એ અગાઉ આગાહી કરી હતી.
અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ લોકોને તહેવારોમાં વધુ કાળજી રાખવાની સલાહ આપી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સીંગ એસોસિએશને પણ કોરોનાના વધતા કેસોની ચિંતા વ્યક્ત કરી હતી. અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ભણેલા અને સમજદાર રહેતા હોવા છતાં પશ્ચિમ વિસ્તારોમાં કેસો વધ્યા છે. કોરોનાના કારણે હાલ જે મૃત્યુ થઇ રહ્યા છે જેમાં ઘણીવાર મૃત્યુનું કારણ બીજી કોઈ બીમારીના લીધે હોવાનો ઉલ્લેખ થાય છે તેવા સંજોગોમાં કોરોનાથી જ મૃત્યુ થયું તેમ ગણવું જોઈએ. રાજ્યમાં કોરોના સંક્રમણ અને કોરોનાના લીધે ઘણા કોરોના વોરિયર્સે પણ જીવ ગુમાવ્યો છે.
આવા અનિશ્ચિત કાળમાં કોરોના વોરિયર્સ કે કોઈપણ વ્યક્તિનું મોતનું કારણ પણ કોરોના હોય ત્યારે તેવી પરિસ્થિતિમાં તકેદારી ખુબ જ જરૂરી થઇ પડે છે. કોરોના કેસો ચોમાસા દરમિયાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ડોકટરો વારંવાર લોકોને તકેદારી રાખવાની સલાહ આપે છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ પણ જરૂરી છે.

Related posts

नवावाडज क्षेत्र में कार की चपेट में आने से महिला की मौत

aapnugujarat

ખેડા જિલ્લામાં ઠેર ઠેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી

aapnugujarat

સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી દ્વારા અમૃતલાલ એમ. પરમારનો સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1