Aapnu Gujarat
ગુજરાત

સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી દ્વારા અમૃતલાલ એમ. પરમારનો સન્માન સમારોહ યોજાયો

સને ૧૦૭૪થી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ ઉત્થામાં સહભાગી થતી આ સંસ્થા જાતિ – ધર્મનાં ભેદભાવ વિના અનુસુચિત જાતિનાં ઉત્થાનમાં પ્રશંસનીય પ્રદાન આપતી વ્યક્તિ – સંસ્થાને દર વર્ષે સન્માને છે. આ વર્ષ ૧૯૭૦થી સરકારી સેવા સાથે યુવક કલ્યાણ અને સહકારી પ્રવૃત્તિઓ દ્વારા મહિલા કલ્યાણ અને રાજ્યમાં નામાંકિત એવી ‘ધી વસુધા ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી’નાં સ્થાપક અને ૧૯૯૫થી પ્રમુખ તરીકે માનદ્‌ સેવા આપતાં અને સમગ્ર અનુસુચિત જાતિમાં સહકારી પ્રવૃત્તિનાં વિસ્તાર – વિકાસ માટે ૨૦૧૬માં સ્થાપેલ ડો. બી.આર.આંબેડકર કો.ઓ.ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિ.નાં સ્થાપક અને ચેરમેન તરીકે માનદ્‌ સેવા આપતાં શ્રી અમૃતલાલ પરમારને માન. ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર અને પૂર્વ માન. મંત્રી ડો. કરસનદાસ સોનેરીનાં હસ્તે કુસુમબેન રાઠોડ રોકડ પુરસ્કાર રૂા.૧૦,૦૦૦/-, પ્રશસ્તિ પત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. સાથે સાથે અનુસુચિત જાતિની સમસ્યાઓમાં હંમેશાં સક્રિય સેવા આપતાં શ્રી રમણલાલ ઠક્કરને પણ આ જ પુરસ્કારથી સન્માનવામાં આવેલ. સન્માનનો પ્રત્યુત્તર આપતાં શ્રી અમૃતલાલ પરમારે જણાવેલ કે સમાજ સામેનાં પ્રવર્તમાન અને ભાવિ પડકારોનો સામનો કરવા, સમાજને શોષણમુક્ત, સ્વનિર્ભર બનાવી સ્વમાની જીવન જીવવા માટે સમાજને વિવિધ પ્રકારની સહકારી પ્રવૃત્તિથી જોડવાથી જ શક્ય બનશે અને આ માટે તેઓ પોતાનાં પેન્શનમાંથી ૨.૫ ટકા રકમ આ પ્રવૃત્તિ માટે ખર્ચે છે. રોકડ પુરસ્કારની રકમ પણ તેઓ સમાજમાં સહકારી પ્રવૃત્તિનાં વિકાસ માટે જ ખર્ચશે.
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડો. કરસનદાસ સોનેરીએ જણાવેલ કે સંસ્થાની પ્રવૃત્તિઓ અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે. સમાજસેવા ક્ષેત્રે જે નિઃસ્વાર્થ સેવા આપતાં અમૃતભાઈનું સન્માન કરીને સંસ્થાએ ઉચિત કામ કરેલ છે. સમારંભનાં અધ્યક્ષ પદેથી શ્રી શૈલેષભાઈએ જણાવેલ કે સ્વ. ધનજીભાઈની (જે.પી.)ની સેવાનો વારસો તેમનાં પુત્ર શ્રી નટુભાઈએ ચાલુ રાખ્યો છે, તે અભિનંદનને પાત્ર છે. ઉપપ્રમુખશ્રી કે.પી.મકવાણાએ સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર આપી સ્વાગત પ્રવચન કરેલ.
સંસ્થાનાં ચેરમેન શ્રી આત્મારામ, ટ્રસ્ટી મંડળનાં સભ્યો, ફેડરેશન અને સહકારી બચત – ધિરાણ મંડળીઓનાં પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી અંબાલાલ પરમારે આભારવિધિ કરેલ.

Related posts

મહિલા અને બાળ વિકાસ માટે કુલ ૩૫૧૧ કરોડની જોગવાઇ

editor

અમદાવાદમાં તીન તલાકના કાયદાનો વિરોધ, માર્ગ પર ઉતરી મુસ્લિમ મહિલાઓ

aapnugujarat

જીમિંગ કરતા લોકો માટે ખુશખબર, વાંચો સમગ્ર માહિતી

editor

Leave a Comment

UA-96247877-1