Aapnu Gujarat
રમતગમત

હોલ્ડરે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ક્રિકેટ સિરીઝની અંતિમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે કે જે ખૂબ જ શાનદાર છે. વન-ડે ક્રિકેટમાં અને ટેસ્ટમાં કેપ્ટન તરીકે ૧૦૦ કે તેથી વધુ વિકેટ લેનારો જેસન હોલ્ડર વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો છે. હોલ્ડર અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના ઇમરાન ખાન, વસિમ અકરમ અને સાઉથ આફ્રિકાના શૌન પોલોકે નોંધાવ્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની અને વર્તમાન વડાપ્રધાન ઇમરાન ખાને ટેસ્ટમાં ૧૮૭ અને વન-ડે ક્રિકેટમાં ૧૩૧ વિકેટ લીધી હતી જ્યારે વસિમ અકરમે સુકાની તરીકે ટેસ્ટમાં ૧૦૭ વિકેટ અને વન-ડેમાં ૧૫૮ વિકેટ ઝડપી છે.
આ ઉપરાંત સાઉથ ફ્રિકાના શૌન પોલોકે ટેસ્ટમાં સુકાની તરીકે ૧૦૩ વિકેટ અને વન-ડેમાં ૧૩૪ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આ યાદીમાં વેસ્ટ ઇન્ડિઝના સુકાની જેસન હોલ્ડરે પોતાનું નામ ઉમેર્યું છે. તેણે એક સુકાની તરીકે ટેસ્ટમાં ૧૦૦ વિકેટ અને વન-ડેમાં ૧૦૧ વિકેટ લીધી છે.
ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેણે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં ડોમિનિક સિબ્લીને આઉટ કર્યો તે સાથે હોલ્ડર આ મહાન કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો હતો.ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઈંનિગ્સમાં ૩૬૯ રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ઈંનિગ્સમાં માત્ર ૧૯૭ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું જયારે ઇંગ્લેન્ડે બીજી ઈંનિગ્સમાં બે વિકેટે ૨૨૬ રન કરીને દાવ ડિકલેર કરી દીધો હતો અને વેસ્ટ ઇન્ડિઝને ૩૯૯નો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો અને તેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે ત્રીજા દિવસના અંતે બે વિકેટ ગુમાવીને ૧૦ રન કર્યા હતા.

Related posts

સારી ફીલ્ડિંગ નહિ પણ ટીમે બેટિંગ-બોલિંગ દ્વારા એ ઉણપને ભરપાઈ કરી : ધોની

aapnugujarat

मार्करम टेस्ट से बाहर

aapnugujarat

दूसरा टेस्ट जीतने के बाद बोले रहाणे – सिराज और गिल को देना चाहता हूं क्रेडिट

editor

Leave a Comment

UA-96247877-1