Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિંમતનગર શહેરના મહાવીરનગરમાં જૈન વાડી ખાતે જૈન સમાજ વાડીમાં બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હિન્દુ યુવા સંગઠનના યુવા અધ્યક્ષ અને કચ્છ કેસરી તરીકે ઓળખાતા રઘુવીરસિંહ જાડેજા, અતિથિ વિશેષ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, કમલેશ પટેલ પૂર્વ વિધાનસભા હિંમતનગરના ઉમેદવાર, હિંમતનગર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન અમૃત પુરોહિત, હિંમતનગરના યુવા નગર પાલિકા સદસ્ય સાવન દેસાઈ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના નામની વૈશ્વિક મહામારીને કારણે દર્દીને સારવાર માટે બ્લડની જરૂર જણાતી હોય છે ત્યારે દર્દી અને તેના સગા કોરોના વાયરસના કારણે બ્લડ તાત્કાલિક ધોરણે મળતું નથી ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ દર્દીને સહેલાઇથી બ્લડ મળી રહે તે માટે હિન્દુ યુવા સંગઠન ભારત હિંમતનગર દ્વારા ભગીરથ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં કુલ ટોટલ ૧૫૧ બ્લડ બોટલો એકલી કરવામાં આવી હતી જેમાં હિન્દુ યુવા સંગઠન ભારત તથા વિવિધ સેવાકીય સંસ્થાઓના કાર્યકરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
રક્તદાન કરનાર તમામ કાર્યકરોને હિન્દુ યુવા સંગઠન દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ સમાજમાં સમાજના વાડા કરેલ છે તે બંધ કરી હિન્દુ સમાજના ખભાથી ખભો મિલાવી કાર્યને આગળ લઈ જવાનું કાર્ય કરવું પડશે સાથે જ આજનો દિવસ કારગિલ યુદ્ધ તરીકે પણ માનવામાં આવે છે ત્યારે આવા યાદગાર દિવસે આ સેવાનું કાર્ય હિંમતનગરમાં કરવામાં આવ્યું છે ત્યારે રઘુવીરસિંહ જાડેજાએ હિન્દુ યુવા સંગઠન ભારત હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા અધ્યક્ષ અરવિંદ પટેલ, મહામંત્રી મિતુલ વ્યાસ, ગૌરક્ષક કનુ દેસાઇ, તાલુકા પ્રમુખ પ્રફુલ સોની, શહેર પ્રમુખ પ્રતિક પટેલ, હિન્દુ યુવા સંગઠન ભારત હિંમતનગર તથા વિવિધ સેવાકીય સંસ્થાના તમામ કાર્યકરોએ ખભાથી ખભો મિલાવી કામ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ડાંગ જિલ્લામાં યોજાશે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા: જિલ્લાની વધુમાં વધુ શાળા/વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે અનુરોધ

aapnugujarat

ઉમેદવારોની પસંદગી કરવા કોંગીની સ્ક્રીનિંગ કમિટી બની

aapnugujarat

अंबाजी में दुकानों को सील करने पर एफआईआर करने गुजरात हाईकोर्ट में अर्जी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1