Aapnu Gujarat
ગુજરાત

કડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં ૪૦ પીપીઈ કિટ અપાઈ

કડી શહેરમાં રોજ રોજ નવા ૫ કરતા પણ વધુ કોરોના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કડીમાં આવેલ ભાગ્યોદય જનરલ હોસ્પિટલ ખાતે નવીન તૈયાર થયેલ કોવિડ – ૧૯ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ૧૫૦ બેડ ની સુવિધા કરવામાં આવી છે અને ત્યાં હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડોક્ટર, નર્સ, સફાઇ કામદારોને સાવચેતીના ભાગરૂપે કલોલ સ્થિત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ એસ.એસ.એન્ટરપ્રાઇઝ કડીના વતની મેનેજિંગ ડાયરેક્ટર અને કડી દંઢાવ્ય પરગણા સથવારા સમાજના પ્રમુખ કાંતિભાઈ રણછોડભાઈ કડિયા તથા ડાયરેક્ટર મિતેશ કડિયા, મેનેજર ધવલ પટેલના હસ્તે વોશેબલ પીપીઈ કીટ ડોક્ટર આનંદભાઈ તથા કોવિડ-૧૯ સેન્ટરના હેડ ડોક્ટર ગૌતમભાઈ ગાંધી, સંચાલક હસમુખભાઈ પટેલ, શ્રી રામભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા જયેલશભાઈ નટવરભાઈ પટેલની હાજરીમાં ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં વોશેબલ ૪૦ પીપીઈ કીટ નિશુલ્ક ભેટ અર્પણ કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

લીંબડીના પાંદરી ખાતે વિધવા સહાય માટેના હુકમ અર્પણ

editor

સુરેન્દ્રનગર વાસીઓમાં પણ મેગ્નેટ પાવર

editor

ગોધરા જિલ્લા કલેકટરનો વિદાય સમારંભ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1