Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર પહોચ્યો સર્વોચ્ચ સપાટીએ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર સોમવારે તેની અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા છે. આ સાથે જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 12.31 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. આજે જયારે બજાર શરુ થયું ત્યારે રિલાયન્સનો શેર શુક્રવારની તુલનાએ રૂ. 30 વધીને ખુલ્યો હતો. આ પહેલા 10 જુલાઈએ કંપનીની માર્કેટ કેપ રૂ. 11.90 લાખ કરોડ હતું. RILની વાર્ષિક સાધારણ સભા 15 જુલાઈના રોજ મળનારી છે અને આ મિટિંગમાં કંપની કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વાયરલેસ ટેક્નોલોજીમાં અગ્રણી વૈશ્વિક કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યૂ પ્રમાણે આ મૂડીરોકાણ કરવામાં આવશે. ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર જિયો પ્લેટફોર્મ્સમાં ક્વાલકોમ વેન્ચર્સને 0.15% ઇક્વિટી હિસ્સો પ્રાપ્ત થશે.

ભારતના સૌથી વધુ ધનાઢ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ઓરેકલ ઓફ ઓમાહા તરીકે જાણીતા રોકાણકાર વોરેન બફેટ કરતાં પણ વધી ગઈ છે. આ સાથે જ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં અંબાણી એક ક્રમ ઉપર આવીને 8માં નંબર પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ વોરેન બફેટની સંપત્તિ 67.9 અબજ ડોલર છે જયારે મુકેશ અંબાણીની વેલ્થ 68.3 અબજ ડોલર છે.

Related posts

ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ

aapnugujarat

સેંસેક્સમાં ૨૩૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

पिछले साल हुए 71500 करोड़ रुपए के बैंक फ्रॉड, RBI ने दी जानकारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1