Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહાર ના મુખ્યમંત્રી નિતિશકુમાર ની ભત્રીજી કોરોનાની ઝપેટમાં

બિહારમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. હવે કોરોના વાયરસ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ એન્ટ્રી કરી ચુક્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની ભત્રીજીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પટનાની એઈમ્સમાં તેની સારવાર ચાલી રહી છે. આ સાથે, આખા પરિવાર ને કવોરંટાઈન કરવામા આવ્યો છે અને બધાના રિપોર્ટ કરવામાં આવી રહયા છે. સીએમ નિતીશ કુમારની ભત્રીજી પણ સીએમ હાઉસમાં જ રહે છે. સોમવારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેને પટણાની એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર સીએમ નિવાસસ્થાનને સેનિટાઈઝ કરી દેવાયો છેઅને બાકીના પરિવારના સભ્યોને ઘરમાં જ કવોરંટાઇન કરવામાં આવ્યા છે. જોકે, સીએમ નીતીશ કુમાર હોમ કવોરંટાઇન છે કે નહીં? તેની જાણ નથી. સીએમ નીતીશ કુમારે 4 જુલાઈએ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વિધાન પરિષદના અધ્યક્ષ શનિવારે સવારે કોરોના પોઝિટિવ થયા પછી, મુખ્યમંત્રી નીતીશ કુમારે ખુદ અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરાવવાની પહેલ કરી હતી.

બિહારમાં કોરોના ના દર્દીઓનો આંકડો 12,000 ને વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા એક અપડેટ મુજબ, બિહારમાં દર્દીઓની કુલ સંખ્યા 12,125 છે, જેમાં 97 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી અત્યાર સુધીમાં 8,997 લોકો સ્વસ્થ થઈ ને પરત ઘરે ફર્યા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા 3031 છે.

Related posts

અમરનાથ યાત્રા : આજે દર્શન કરવા છેલ્લી ટુકડી રવાના થશે

aapnugujarat

ત્રિપુરાના મંત્રી પર મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શ કર્યાનો આરોપ

aapnugujarat

2 Earthquakes of 4.8 magnitude in Satara district of Maharashtra

aapnugujarat

Leave a Comment

UA-96247877-1