Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશ વિરોધી અભિયાન ચલાવતી ૪૦ વેબસાઇટો પર કેન્દ્રનો પ્રતિબંધ

દેશ વિરોધી અભિયાન ચલાવનારી ૪૦ વેબસાઇટો પર ભારત સરકારે મોટી એક્શન લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૪૦ વેબસાઇટોને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી છે. એટલે કે વધુ ૪૦ વેબસાઇટો પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફૉર જસ્ટીસ સાથે જોડાયેલી ૪૦ વેબસાઇટો પર અલગાવવાદી ગતિવિધિઓનુ સમર્થન કરવા માટે સરકાર દ્વારા રોક લગાવવામાં આવી દીધી છે. આ માહિતી ગૃહ મંત્રાલયે આપી હતી.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ’ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), ૧૯૬૭ હેઠળ શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એક ગેરકાયદેસર સંસ્થા છે. તેમણે પોતાના હેતુ માટે સમર્થકોની નોંધણી કરવાની ઝુંબેશ શરૂ કરી હતી.
ગૃહ મંત્રાલયની ભલામણ પર ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનિક મંત્રાલયે માહિતી ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૦ ની કલમ ૬૯છ હેઠળ એસએફજેની ૪૦ વેબસાઇટ્‌સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયએ ભારતમાં સાયબર સ્પેસને મોનિટર કરવા માટેની નોડલ એજન્સી છે. ગત વર્ષે ગૃહ મંત્રાલયે દેશ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ માટે એસએફજે પર પ્રતિબંધ મૂક્યો હતો. એસએફજેએ તેના અલગાવવાદી એજન્ડા હેઠળ શીખ જનમત સંગ્રહ પર ભાર મૂક્યો હતો.
અન્ય એક અધિકારીએ કહ્યું કે આ સંગઠન ખાલિસ્તાનના ઉદ્દેશ્યને ખુલ્લેઆમ સમર્થન આપે છે અને આમ કરવાથી ભારતની સર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવામાં આવે છે.

Related posts

ચિરાગ પાસવાનની એલજેપી અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી

editor

लद्दाख में पीछे हटने को मजबूर हुआ चीन

editor

કોંગ્રેસ એકલે હાથે કદી ભાજપને હરાવી નહીં શકે : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1