Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ઘરેલુ હિંસાના મામલામાં વધારો

દેશમાં કોરોના મહામારીને લઈ માર્ચના અંતિમ દિવસોથી આશરે અઢી મહિના સુધી લોકડાઉન ચાલ્યું અને ત્યારબાદ અનલોક ચાલી રહયું છે તેવામાં પણ અનેક લોકો ઘરમાં રહીને બબાલ કરી રહ્યાં હતાં. આ વાત અમે નહીં પરંતુ અભયમનો આંકડો સામે કહી દે છે. ગુજરાતમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં સામાન્ય મહિનામાં જે ઘરેલુ હિંસાના આંકડા આવતા હતા તેવામાં લોક ડાઉન માં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.મળતી માહિતી પ્રમાણે, ડોમેસ્ટિક વાયોલોન્સના કેસમાં અભયમ દ્વારા અનેક કેસ હેન્ડલ કરવામાં આવ્યા છે. ઓક્ટો. ૨૦૧૯માં અભયમ દ્વારા કુલ ૧૩૭૪૦ કેસો લેવામાં આવ્યા અને જેમાં ઘરેલુ હિંસાના ૪૪૭૬ કેસો હતા. નવેમ્બર ૨૦૧૯માં ૧૨૭૫૫ની સામે ઘરેલુ હિંસાના ૪૩૧૨ હતા. ડિસેમ્બર ૨૦૧૯માં ૧૨૨૫૪ સામે ઘરેલુ હિંસાના ૩૬૯૫ કેસો હતા.જાન્યુઆરી ૨૦૨૦માં અભયમમાં ૧૧૬૦૧ કેસો આવ્યા અને જેમાં ઘરેલુ હિંસાના ૩૮૦૯ કેસો હતા. ફેબ ૨૦૨૦માં ૧૦૫૮૬ કેસોની સામે ૩૯૬૫ ઘરેલુ હિંસાના કેસો હતા. માર્ચમાં ૧૦૧૧૫ કેસોમાં ૪૦૪૦ કેસો માત્ર ઘરેલુ હિંસાના સામે આવ્યા હતા, પરંતુ હવે એપ્રિલ ૨૦૨૦ની વાત કરીએ તો અભયમને ૮૭૭૪ કેસો મળ્યા હતા અને જેમાં ઘરેલુ હિંસાના ૪૧૨૪ કેસો સામે આવ્યા.ત્યાર બાદમેં મહિનામાં પણ ૧૦૨૯૬ કેસો મળ્યા અને જેમાં ઘરેલુ હિંસાના ૪૫૯૮ કેસો સોલ્વ કર્યા અને જૂન ૨૦૨૦માં પણ આવી જ રીતે ૯૭૫૦ કેસો આવ્યા હતા અને જેમાં ૪૩૫૧ કેસો તો ઘરેલુ હિંસા ના જ હતા. લોક ડાઉનમાં જે રીતે કેસો વધ્યા છે તેનાથી અંદાજો આવી જાય છે કે, કઈ રીતે અનેક લોકોના ઘરમાં એક સાથે રહેવાને લઈ બબાલ થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, વાત કરીએ તો ચાંદખેડા વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેના પુત્રીને અન્ય જગ્યાએ લઈ જવા મામલે તેના પતિએ તેની પુત્રી અને તેને ઢોર માર માર્યો હતો. આવી જ રીતે સોલામાં પણ નાસ્તા જેવી બાબતે એક મહિલાના પતિએ પત્નીને માર માર્યો હતો અને દારૂ પીને બબાલ કરતો હતો. આવી અનેક ફરિયાદો પણ થઈ છે.

Related posts

સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ

aapnugujarat

દેશના ૩ રાજયની હાઇકોર્ટમાં ગુજરાતી ચીફ જસ્ટિસ બન્યા

aapnugujarat

વિરમગામ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1