Aapnu Gujarat
મનોરંજન

લોકડાઉન બાદ વિદેશમાં થશે આ પહેલી ફિલ્મનું શૂટિંગ.. જાણો કઇ ફિલ્મનું પહેલુ શુટ થશે

ભારતમાં તથા વિશ્વના અન્ય દેશોમાં લોકડાઉન હવે ધીમે ધીમે ખુલી રહ્યું છે. બોલિવૂડ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન, ટીવી શોના શૂટિંગ હવે શરૂ થઈ ગયા છે. ફિલ્મનું શૂટિંગ પણ હવે શરૂ થશે.

અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં પોતાની આગામી ફિલ્મ ‘બેલબોટમ’નું શૂટિંગ શરૂ કરવાની વાત કહી હતી. કોરોનાવાઈરસને કારણે માર્ચ મહિનાથી બોલિવુડ ઈન્ડસ્ટ્રી બંધ હતી. લોકડાઉન બાદ વિદેશમાં શૂટ થનારી અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં યુકેમાં શૂટિંગ શરૂ થશે.

‘બેલબોટમ’ સ્પાય થ્રિલર છે. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે વાણી કપૂર છે. ફિલ્મમાં હુમા કુરૈશી તથા લારા દત્તા પણ જોવા મળશે. ફિલ્મનું ડિરેકશન રંજીત એમ તિવારી કરશે.. જ્યારે વાસુ ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી, નિખિલ અડવાણી તથા જેકી ભગવની પ્રોડ્યૂસર છે. ફિલ્મ આવતા વર્ષે 2 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થશે.

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી. જો કે, કોરોના વાઇરસ અને લોકડાઉનને કારણે બોલિવુડ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મસ અને ટીવીના શુટિંગ બંધ હતા જો કે હવે શુટિંગ તો ચાલુ થઇ ગયા છે પણ હજી સુધી થિયેટર બંધ છે. આથી જ હવે આ ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ કયારે આવશે, તેની જાહેરાત કરવામાં આવી નથી.

અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ દિવાળી પર રિલીઝ થશે. આમ તો દિવાળી પર અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ ચૌહાણ’ રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મનું શૂટિંગ હજી સુધી બાકી છે. હવે, આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

Related posts

अपनी कुछ फिल्मों को देखना पसंद नहीं : शाहिद

aapnugujarat

કંગના જે થાળીમાં ખાય છે તે થાળીમાં જ થૂંકે છે : આદિત્ય પંચોલી

editor

અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1