Aapnu Gujarat
બિઝનેસ

એચડીએફસી દેશના ૧૦૦૦ શહેરોમાં ઝિપડ્રાઈવ ઈન્સ્ટન્ટ ઓટો લોન્સ રજૂ કરશે

મુંબઈ, જુલાઈ ૦૨, ૨૦૨૦: એચડીએફસી બેંકે આજે ભારત ભરના 1,000 શહેરોમાં ગ્રાહકો ને ઝિપડ્રાઈવ ઇન્સ્ટન્ટ ઓટો લોન આપવાની યોજનાની જાહેરાત કરી છે. ઝિપડ્રાઈવ એ ચડીએફસી બેંકની ઇન્સ્ટન્ટ ઓટો લોન વિતરણ પ્રોડક્ટ છે, જે ફક્ત પૂર્વ-મંજુરી સાથે ઓફર ધરાવતા બેંક ગ્રાહકો માટે જ છે. આ ઓફર હવે ટાયર 2 અને 3 શહેરોમાં વિસ્તૃત કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના અંબાજી, બાલાસિનોર, બારડોલી અને ડીસા સાથે ભારત ભરના અન્ય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઝિપડ્રાઈવ દાવાપૂર્વક ભારતની સૌથી ઝડપથી ઓનલાઈન ઓટો લોન ચુકવતી ઓફર કરે છે. ઓટો લોન ઉદ્યોગ જગતમાં બજારના આગેવાન દ્વારા આઅત્યાધુનિક ટેકનોલોજીથી સુસજજ ઓટો લોન 10 સેકંડની અંદર ઝડપથી મેળવી શકાય છે.

કોવિડ 19 ના ફેલાવાને રોકવા માટેના પ્રયસોએ ગ્રાહકની જીવનશૈલી અને માંગ પદ્ધતિમાં ફેરફાર કર્યા છે કારણ કે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવું જરૂરી છે. ઝિપડ્રાઈવની ઓફર સાથે, ઓટો લોન મેળવવા ઇચ્છુક બેંક ગ્રાહકોએ કોઈ શાખાની મુલાકાત લેવાની જરૂર નથી અથવા અન્ય કોઈપણ પ્રત્યક્ષ સંપર્કની જરૂર નથી. આસોલ્યુશન ગ્રાહકને પૂર્વ-મંજૂર લોન સાથે તેઓને તેમના ઘરની સલામત રહીને, નેટ બેંકિંગ અથવા અમારી ફોન બેન્કિંગ ટીમની સહાય દ્વારા ઓટો લોન લેવાની સ્વતંત્રતા આપે છે.

ઝિપ ડ્રાઈવ ઇન્સ્ટન્ટ ઓટો લોન કેવી રીતે મેળવી શકાય

1. પૂર્વ મંજૂરી દસ્તાવેજોની આવશ્યકતા નથી.

२.ગ્રાહકો તેમની સુવિધા અનુસાર ગમેત્યાં,  ગમેત્યારે તેમની બેંકની લોન, નેટ બેંકિંગ દ્વારા અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા ફોન બેન્કિંગ દ્વારા મેળવી શકે છે.

૩.બેંક પોતાના વિકસાવેલા અલ્ગોરિધમનો અને એનાલિટિક્સનો ઉપયોગ કરી ને બેંક ગ્રાહકોને પૂર્વ મંજૂરી લોન ઓફર આપે છે.

૪. ગ્રાહકો કાર મોડેલ, ડીલર, યોગ્ય લોનની રકમ મર્યાદા અને કાર્યકાળની ઓનલાઇન પસંદ કરી શકે છે. તેઓ કાર ની કિંમતના 100% જેટલી ઓન-રોડ ફંડિંગ પણ પસંદ કરી શકે છે.

૫. અરજીઓની ઓન લાઇન રજૂઆત પછી, લોનની તરતજ ચુકવણી કરવામાં આવે છે.

૬. ગ્રાહકોએ લોન મેળવ્યા બાદ કેટલાક દસ્તાવેજો રજૂ કરવા જરૂરી હોય છે, જેમ કે બેંકમાં આરટીઓ અને તેને લગતા દસ્તાવેજો રજૂ કરીને કાર/વાહનની ડિલિવરી લેવાની હોય છે.

Related posts

શેર ટ્રાન્સફરના નિયમોમાં થયો ફેરફાર

aapnugujarat

શેરબજારમાં શ્રેણીબદ્ધ આશાસ્પદ પરિબળ વચ્ચે તેજીના સંકેત

aapnugujarat

नोटबंदी के दौरान कैश डिपॉजिट करने वालों को कॉल करेगा टैक्स डिपार्टमेंट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1