Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠામાં મેઘરાજાની પધરામણી

રાજ્યમાં મેઘમહેર છે. ૧૧ જિલ્લાના ૧૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ૨ ઈંચ વરસાદ કચ્છના રાપરમાં નોંધાયો હતો. સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં વરસાદ પડતો ન હોવાથી ચોમાસું જામ્યું નથી. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે. અડધું ગુજરાત કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠામાં સારો એવો વરસાદ પડ્યો છે. જેમાં સુઈગામમાં ૪૫ મિમિ, ધાનેરામાં ૩૮, દાંતામાં ૨૦ મિમિ તેમજ દિયોદરમાં ૯ મિમિ, ભાભર તથા લાખણી ૨-૨ મિમિ અને કાંકરેજમાં ૧ મિમિ વરસાદ પડ્યો છે. વડામથક પાલનપુર સિવાય અન્ય તાલુકામાં મેઘમહેર રહી છે.
ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ અમદાવાદ કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે આગામી ૫ જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી ૬થી ૮ જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ગુજરાતનાં કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કચ્છના રાપર બાદ હવે ભચાઉ તાલુકામાં મેઘરાજાનું આગમન થયુ હતું. ઉલ્લેખનીય છે કે ભચાઉના વામકા, લાખાવટ, માવ, અને કંથકોટ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો કચ્છનાં અન્ય વિસ્તારો જેવા કે મોટીરવ, માંજૂવાસ, ફતેગઢ, ગેડી, ભીમાસર તથા ખડીર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

Related posts

शिवरंजनी ब्रिज के निकट  निजी बस ड्राइवर को झपकी आने पर बस रेलिंग में धूसी

aapnugujarat

કોર્પોરેશનમાં ૨૨ વર્ષ પછી કારકુન કેટેગરીમાં પ્રમોશન

aapnugujarat

गुजरात के ५२ तहसील में बारिश दर्ज हुईः खंभालिया में ६ इंच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1