Aapnu Gujarat
ગુજરાત

ખ્વાજા ગરીબ નવાજ ( ર.અ.) પર આપત્તિજનક ટિપ્પણીને લઇ પાવીજેતપુરના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

હાલ કોરોના વાયરસ અંતર્ગત દેશના વડાપ્રધાનથી લઇ સામાન્ય નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે હાલ ચીન દ્વારા દેશના વીર સૈનિક જવાનો શહીદ થયા છે અને સરહદ પર વાતાવરણ તંગ બન્યુ છે અને દેશમાં એક થઇ દેશના દુશ્મનો સામે લડવાનો સમય છે ત્યારે ન્યૂઝ ૧૮ ન્યૂઝ ચેનલના એન્કર અમિષ દેવગન દ્વારા ડિબેટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી આપત્તિજનક ટીપ્પણી કરી હતી જેને લઇ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમાજની અનેક સંસ્થા તેમજ મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઠેર ઠેર કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર પાઠવામાં આવ્યા છે. અજમેર ખાતે આવેલ કોમી એકતાનું પ્રતિક એવા ખ્વાજા ગરીબ નવાજ (ર.અ ) ઓળખવામાં આવે છે જેઓના દરબારમાં હિન્દુ-મુસ્લિમ તમામ ધર્મના લોકો આવે છે અને આસ્થા ધરાવે છે. ન્યૂઝ ૧૮ના એન્કર દ્વારા ડિબેટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ તેવું કૃત્ય કરતા પાવીજેતપુરના મુસ્લિમ સમાજના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે પાવીજેતપુરના મુસ્લિમ સમાજના આગેવાનો હાજી અ.કાદર હાજીઅબ્દુલ કુરેશી પ્રમુખ., હાજી શબ્બીરભાઇ, હાજી ઇદ્રીસભાઇ તેમજ સમાજના આગેવાનોએ પાવીજેતપુરના પી.એસ.આઇ.પટેલ.ને ગુનો નોંધવા માટે અરજી કરી કાર્યવાહી કરવાની રજુઆત કરી છે અને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

સરકારે કંડલા ખાતે અક્ષય ઊર્જા પ્રોજેક્ટ માટે પેનલની રચના કરી

aapnugujarat

ફાયરિંગ-મર્ડર કેસમાં વોન્ટેડ કુખ્યાત શિવાને પકડી પડાયો

aapnugujarat

પદ્માવત ફિલ્મની રિલિઝ માટેની રિટ અરજીને આખરે પાછી ખેંચાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1