Aapnu Gujarat
ગુજરાત

સરકારે કંડલા ખાતે અક્ષય ઊર્જા પ્રોજેક્ટ માટે પેનલની રચના કરી

કેન્દ્ર ગુજરાતમાં કંડલા બંદર ખાતે ૨૦૦ મેગાવોટની સૌર અને પવન ઊર્જા યોજના સ્થાપવાની સંભાવના ચકાસવા પેનલ રચી છે, તેમ કેન્દ્રીય ગૃહપ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું.કંડલા પોર્ટ પાસે ૧.૫ લાખ એકર જમીન છે, જ્યાં ખર્ચ નીચો છે અને તે સૌર અને પવન ઊર્જા તથા વ્હીલ એનર્જી દ્વારા નેશનલ ગ્રિડ સાથે જોડીને રોકાણ કરવા માટે આર્થિક રીતે સક્ષમ છે, તેમ શિપિંગ પ્રધાને જણાવ્યું હતું.સૌર ઊર્જાનો ખર્ચ ઘટીને પ્રતિ એકમ રૂ.૨.૬૩ થઈ ગયો છે અને પવન ઊર્જાનો મૂડીખર્ચ પણ ઘટ્યો છે, જેના લીધે બધાં બંદરોને વર્ષે રૂ.૬૦૦થી રૂ.૭૦૦ કરોડની બચત કરવામાં મદદ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાન ગ્રીન પોટ્‌ર્સ એન્ડ ઓઇલ સ્પિલ મેનેજમેન્ટ કોન્ક્‌લેવ ૨૦૧૭ પર બોલતાં જણાવ્યું હતું.વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે સરકારના સાગરમાલા પ્રોજેક્ટમાં ૧૪ ઔદ્યોગિક માળખા હશે અને તેમાં ૧૨ લાખ કરોડનું ક્યુમ્યુલેટિવ રોકાણ થતાં ત્યાં બંદર આધારિત વિકાસ થશે જે વધારે ખર્ચ અસરકારક તથા ગ્રીન પાવરના ઉપયોગના લીધે વધારે આર્થિક રીતે પોષણક્ષમ હશે.

Related posts

બોડેલી – રાજપીપળા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય

aapnugujarat

અમદાવાદમાં વાહનચાલકોને ફ્રી માસ્કનું વિતરણ

editor

ખેડૂતો, ગરીબોની વાત નહીં કરીએ તો તેઓ મતનો પાવર બતાવતા હોય છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1