ગયા શુક્રવારે બનેલી ઘટનામાં ત્યાંના જોહનિસબર્ગ પાસે એક યુવકે શૅરિંગમાં ટૅક્સી કરી હતી. એ ટૅક્સીમાં પહેલેથી જ ત્રણ યુવતીઓ બેઠી હતી. થોડા સમય પછી ટૅક્સીએ અચાનક રસ્તો બદલી નાખ્યો. યુવકને આગળની સીટ પર બેસવાનું કહીને પાછળથી બેહોશીનું ઇન્જેક્શન મારી દીધું. એ યુવકે પોલીસને આપેલી બાતમી પ્રમાણે જ્યારે તેને હોશ આવ્યા ત્યારે તે કોઈ અજાણી જગ્યાએ પથારીમાં પડ્યો હતો. એ પછી તેને એ જ ત્રણ યુવતીઓએ બળજબરીપૂર્વક કોઈ કેફી દ્રવ્ય પીવડાવીને ત્રણેક દિવસ સુધી વારંવાર તેના પર બળાત્કાર ગુજારતી રહી. એ પછી તેને અર્ધનગ્ન હાલતમાં એક મેદાનમાં ફેંકીને જતી રહી. કફોડી સ્થિતિમાં એ યુવકે પસાર થતા એક વાહન પાસે મદદ માગી અને નજીકની હૉસ્પિટલમાં પહોંચ્યો. પોલીસનું કહેવું છે કે બળાત્કારના કિસ્સામાં ભલે પુરુષ ભોગ બન્યો હોય, પણ તેઓ આ જાતીય હિંસાને અત્યંત ગંભીરતાથી લે છે. દક્ષિણ આફ્રિકામાં વર્ષે બળાત્કારના પાંચેક લાખ કિસ્સા નોંધાય છે, જેમાંથી વીસ ટકા પીડિતો પુરુષો હોય છે.
આગળની પોસ્ટ