Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લાનાં જુદા જુદા ગામોના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે એક જૈવીક ખાતર બનાવતી ફેક્ટરીમાં કામ કરવા ગયેલ અદિવાસી યુવાનો લોકડાઉન થતાં ત્યાં ફસાયા હતા

છોટાઉદેપુર.

જેમણે પોતાના વતન પરત લાવવા કોઈએ મદદ ન કરતાં આખરે એક હજાર કિલોમીટર ચાલવા મજબૂર બન્યા, લોકડાઉન થયાં બાદ ચૌદ જેટલા શ્રમિક યુવાનો ને ખાવાના પણ વાંધા થઈ ગયા હતા, ઘરે પરત ફરવા તેમણે સતત પોતાના વતનના સરપંચો થી લઈ સાંસદ સુધી નાઓ અને તંત્ર ને જાણ કરી તેમને તેમના ઘરે પરત ફરવા કઇંક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆતો કરી પણ કોઈએ એમની વ્યથા ને વાચા ન આપી અને કોઈ મદદ ન કરી આખરે તેઓએ ચાલતા પોતાના વતન ની વાટ પકડી લીધી સતત સાત દિવસ સુધી માત્ર બે કલાકના આરામ ને બાદ કરતાં તેઓ ચાલ ચાલ કર્યાં… તેમણે એકહજારથી વધુ કિલોમીટરનું અંતર ચાલીને કાપ્યું ત્યારબાદ આ વિસ્તારના એક કર્મચારી અને એક સેના નાં જવાનને ખબર પડતાં આસામ રાઇફલ નો જવાન જમવાનું સાથે લઈ બે વાહન લઈ સામે પહોંચ્યો અને મધ્યપ્રદેશ ના નાગદા થી આ યુવાનોને બેસાડીને છોટાઉદેપુર લાવ્યો.
અહીં ઉલ્લેખનીય બાબત ઍ છે કે એક તરફ ગુજરાત માં ફસાયેલા યુપી સહિતના પરપ્રાંતીંયો માટે સરકાર વિશેષ ટ્રેન ની વ્યવસ્થા કરી એમને પોતાના વતન પહોંચાડી રહી છે ત્યારે ગુજરાત ના અદિવાસી શ્રમિકો ને સરકાર તરફથી તો ઠીક પણ એમના જ વિસ્તારના આદિવાસી નેતાઓએ પણ કોઈ મદદ ના કરી તેનો રોષ તેમના શબ્દો માં દેખાઈ આવે છે.

ઇમરાન સિંધી..છોટાઉદેપુર

Related posts

ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ત્રણ દર્દીનાં મોત

aapnugujarat

નરોડા ગામ કેસમાં સાક્ષીઓની જુબાની અંગે દલીલો : ગોધરાકાંડનો બદલો લેવાના ષડયંત્રરૂપે બનાવ બન્યો હતો

aapnugujarat

“વિશ્વ આવાસ દિન”ની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1