Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર લોકસભાના સાંસદે સંખેડા અને બોડેલી તાલુકામાં માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કર્યું

કોરોના વાઇરસે ( કોવીડ ૧૯) સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે ત્યારે ભારતમાં છેલ્લા ૪૦ દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે જેમાં વિવિધ સંગઠનો,સંસ્થાઓ,એનજીઓ,રાજકીય પાર્ટીઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ લોકોની મદદે આગળ આવી અનાજ સહીત જીવન જરૂરિયાતની ચિઝવસ્તુઓનું વિતરણ કરી રહી છે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઘ્વારા સાંસદો,ધારાસભ્યો,રાજકીય આગેવાનોને પણ કોરોના મહામારીમાં લોકોમાં જાગૃતિ લાવવા અને સાવચેત રહેવા પત્રિકાઓ,સૅનેટાઇઝર,માસ્કનું વિતરણ કરવા આહવાન કર્યું હતું જેમાં સાંસદોને પોતાના મતવિસ્તારમાં ૧,૦૦,૦૦૦ માસ્ક અને ૫૦,૦૦૦ હેન્ડ સૅનેટાઇઝરનું વિતરણ કરવા જણાવેલ હતું આજરોજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ ઓ.એન.જી.સી,વડોદરા અને શ્રી રાધે ચેરીટેબલ ટ્રસ્ટ,કવાંટના સહયોગથી સંખેડા અને બોડેલી તાલુકામાં સંગઠન પ્રમુખ,મહામંત્રીને ૫૦૦૦-૫૦૦૦ નંગ માસ્ક અને ૧૭૫૦-૧૭૫૦ નંગ સૅનેટાઇઝર અર્પણ કરી દરેક બૂથમાં પહોંચાડવા આહવાન કર્યું હતું સાથે સાથે સંખેડા તાલુકાના હાંડોદ અને સંખેડા મેઈન બઝારમાં શાકભાજીની લારી,દુકાનોના સંચાલકોને માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કર્યું હતું જેમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ,જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા રશ્મિકાન્ત વસાવા,સંખેડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ દેસાઈ,જિલ્લા પંચાયત સદસ્ય નીતિનભાઈ,સંખેડા ન્યાય અને સામાજિક સમિતિના ચેરમેન વિનોદભાઈ સકસેના, સંખેડા એપીએમસી વાઇસ ચેરમેન શિવ મહારાઉલ,સંખેડા મહામંત્રી ખુમાનસિંહ,કવાંટ તાલુકા મહામંત્રી રમેશભાઈ રાઠવા,શ્રી રાધે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઇ રાઠવા,નીરવભાઈ,યુવા મોરચા ઉપપ્રમુખ દેવાંગ તડવી ,ભૌમિક પટેલ સહીત કાર્યકર્તાઓએ સોસીયલ ડિસ્ટનસિંગ નું પાલન કરી વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા બોડેલી તાલુકામાં કોસીંદ્રા,રાજબોડેલી અને ચલામલી ગામે સાંસદ ગીતાબેન રાઠવાએ માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કર્યું હતું આમ સાંસદે સંખેડા અને બોડેલી તાલુકામાં કુલ ૧૦,૦૦૦ માસ્ક અને ૩૪૦૦ નંગ સૅનેટાઇઝરનું વિતરણ કરી કોરોના મહામારીમાં પોતાનું યોગદાન આપ્યું હતું આવા પ્રજાસેવકથી પ્રજાજનો ખુશ છે

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

રૂપાણી સરકારનું અઘોષિત લોકડાઉન, રાજ્યના શહેરો બંધ

editor

અમદાવાદમાં ૫૦ ટ્રાફિક સિગ્નલ બનાવાશે

aapnugujarat

વિરમગામના નાનીકુમાદ ગામમાં ઢીંચણસમા પાણી : અનેક ઘરો પાણીમાં ગરકાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1