Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા. 24-06-2017 ના રોજ “સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન” (Healthy Mind, Wealthy Life) વિષય પરનું 80મું પ્રવચન યોજાશે

સુખી અને સમૃદ્ધ જીવન જીવવાની ઈચ્છા કોને ન હોય ? તે શું કરવાથી શક્ય બને? મનુષ્યનું મન એ સારા નરસા દરેક વિચારોનું એ.પી સેન્ટર છે. મનના વિચારો અનુસાર મનુષ્ય પોતાના કાર્યો કરે છે. માત્ર એક જ વ્યક્તિ-હિટલરના વિકૃત માનસથી પ્રથમ વિશ્વયુદ્ધમાં પાંચ કરોડથી વધારે મનુષ્યો મૃત્યુ પામ્યા. દુર્યોધનમાં સળવતો લોભ અને રાવણના મનમાં રહેલી કામેેચ્છાએ ભારતમાં બે મોટા યુદ્ધો નોતર્યા, જેમાં કરોડો લોકો મૃત્યુને શરણ થયા. ગુજરાતના 2001ના ભૂકંપમાં કે 2004માં આવેલ સુનામીમાં કે અન્ય કુદરતી આફતોમાં આટલો વિનાશ નથી થયો. સામે પક્ષે પૂ. પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતના સ્વસ્થ મનમાં થયેલ ઉમદા વિચારોએ જગતના લાખો, કરોડોનાં જીવનને સમૃદ્ધ બનાવ્યા છે. અસ્વસ્થ મનને કારણે જ મનુષ્ય દારૂ-માંસ-વ્યભિચાર-આતંકવાદ વગેરે અનિષ્ટ કાર્યો કરવા પ્રેરાય છે. તેથી મનને કેવી રીતે સ્વસ્થ બનાવી જીવનને સમૃદ્ધ બનાવવું તેના માટે આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાના પ્રવચન- 80માં ‘સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન’ (Healthy Mind, Wealthy Life) વિષય પર શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ભરૂચના કોઠારીશ્રી, વેદાંતાચાર્ય, પૂ. અનિર્દેશદાસ સ્વામી, તાઃ- 24-06-2017ના શનિવારના રોજ સાંજે 4:30 થી 7:00 કલાકે અક્ષરધામ, હરિમંદિરના સભાગૃહ, સેક્ટર- 20 ખાતે વક્તવ્ય આપનાર છે.

Related posts

मेडिकल स्टोर्स की हड़ताल के कारण मरीजों को हुई परेशानी

aapnugujarat

अहमदाबाद शहर के मेयर सहित कॉर्पोरेटर विधानसभा चुनाव के लिए टिकट की दावेदारी में

aapnugujarat

ભાવનગરમા કોરોના રસીકરણ મહા અભિયાન ની શરૂઆત

editor

Leave a Comment

UA-96247877-1