Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કુલભૂષણ જાધવની સજા માફી પર વિચાર કરી શકે છે પાકિસ્તાનઃ અબ્દુલ બાસિત

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા અંગે પાકિસ્તાન ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે મોટું નિવેદન આપ્યું છે. બાસિતે જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર કુલભૂષણ જાધવની ફાંસીની સજા અંગે ફેરવિચાર કરી શકે છે. એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં બાસિતે જણાવ્યું કે, જ્યાં સુધી જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પેન્ડિંગ છે ત્યાં સુધી તેને ફાંસી આપવામાં નહીં આવે. વધુમાં બાસિતે જણાવ્યું કે, જાધવ મુદ્દે આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવતા ભલે બે-ત્રણ વર્ષ લાગી જાય, તો પણ ચુકાદો આવ્યા પહેલા જાધવને ફાંસી આપવામાં નહીં આવે. જોકે બાસિતે કહ્યું કે, જાધવ મુદ્દે આંતરરાષ્ટ્રીય અદાલત જલ્દી ચુકાદો આપે તે યોગ્ય છે.
પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કોર્ટ સિવાય પણ જાધવ પાસે બચવાની તક રહેલી છે. બાસિતે જણાવ્યું કે, જાધવ પાકિસ્તાની આર્મી ચીફ પાસે દયા અરજી કરી શકે છે અને બાદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પાસે દયા યાચિકા કરી શકે છે. ભારતના નાગરિક અને પૂર્વ નેવી ઓફિસર ૪૬ વર્ષિય કુલભૂષણ જાધવની પાકિસ્તાન સરકાર દ્વારા માર્ચ ૨૦૧૬માં અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાધવ પર પાકિસ્તાનમાં જાસુસી કરવાનો અને આતંક ફેલાવવાનો આરોપ લગાવી તેમને ફાંસીની સજા સંભળાવી હતી. સજાની વિરુદ્ધમાં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ૮ મેના રોજ અપીલ દાખલ કરી હતી.ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અદાલતે કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી જાધવને ફાંસી નહીં આપવા પાકિસ્તાન સરકારને જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. જોકે શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, પાકિસ્તાન સરકાર કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાની વિરુદ્ધમાં જઈને ફાંસી આપી શકે છે. હાલમાં આ કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પેન્ડિંગ છે.

Related posts

પાકિસ્તાનનાં નવાં કેપ્ટન ઈમરાન ખાન

aapnugujarat

રશિયા : વ્લાદીમીર પુટિનને ઐતિહાસિક જીત મળી ગઇ

aapnugujarat

ચીનનું કબૂલનામુંઃ ગલવાનના હિંસક ઘર્ષણમાં ૪ સૈનિક માર્યા ગયા હતા

editor

Leave a Comment

UA-96247877-1