Aapnu Gujarat
ગુજરાત

શ્રમજીવી પરિવારોની મદદે આવતી પાવીજેતપુર પોલીસ

છોટાઉદેપુર

સુરત તેમજ અન્ય શહેરોમાંથી ૨૦૦ થી ૩૦૦ કિલોમીટર પગપાળા થી ચાલીને આવતા શ્રમજીવી પરિવારોની મદદે આવતી પાવીજેતપુર પોલીસ.

છોટાઉદેપુર જિલ્લાનાં શ્રમજીવી પરિવારો સુરત તેમજ અન્ય શહેરોના કેટલાક કોન્ટ્રાક્ટરો કંપનીઓનાં માલિકો દ્વારા કોરોના વાયરસનાં કહેર વચ્ચે નાના-મોટા ધંધોઓ બંધ થઈ જતા મંજૂરી અર્થે ગયેલા પોતાના પરિવાર સાથે પગપાળા ચાલીને ૨૦૦ થી ૩૦૦ કિલોમીટર ચાલીને પોતાનાં વતન પહોંચવાનો વારો આવ્યો હતો તેવામાં જ છોટાઉદેપુર જિલ્લાની પાવીજેતપુર તાલુકાનાં પી.એસ.આઇ એસ.આર.ભરવાડ અને તેઓના પોલીસ સ્ટાફ દ્વારા ચાલતા આવતા મજૂરોને ગામનાં સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ યુવાનો દ્વારા તેમના માટે ચા નાસ્તાનો બંદોબસ્ત કરી તેમને ચા નાસ્તો કરાવી પોલીસ દ્વારા વાહનનો બંદોબસ્ત કરી આપી. પાવીજેતપુર થી આગળ જતા છોટાઉદેપુર જિલ્લા તેમજ એમપી બોર્ડર સુધી જતા મજૂરોને વાહન દ્વારા પોતાના ઘરે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.છોટાઉદેપુર જિલ્લાનાં હજારોની સંખ્યામાં મજૂરો પોતાનું રોજીંદુ જીવન ગુજારવા રોજીરોટી માટે સૌરાષ્ટ્ર, કચ્છ,કાઠિયાવાડ અને સુરત જેવા શહેરોમાં મોટા ભાગે જતા હોય છે અને તેઓનાં કુટુંબ પરિવાર સાથે ત્યાં લોકો રહેતા હોય છે પરંતુ કોરોના વાયરસ જેવી મહામારીના કારણે ત્યાંના કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો અને કંપનીઓ કોરોના વાયરસનાં ચેપ લાગવાના ભયથી તેમને રઝળતા મુકી પોતાના ઘરે જતા રહ્યા હતા એક બાજુ ગુજરાત રાજ્ય લોકડાઉન કરવામાં આવતા વાહન વ્યવહાર, ટ્રાન્સપોર્ટેશન, રેલ્વે, બસ સુવિધાઓ બંધ થઈ જતા આ લોકોને વાહન વ્યવહાર ન મળતા પગપાળા કરવાનો વારો આવ્યો હતો.
પાવી જેતપુર પોલીસ અને પાવીજેતપુરના હિન્દુ મુસ્લિમ યુવાનો પોતાની માનવતા દાખવીને ચાલતા આવતા શ્રમજીવીઓને ચા નાસ્તો કરાવી પોતાના ઘર સુધી પહોંચાડવા માટે વાહન વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

હિંમતનગર પોલીટેકનીક ચોકડીથી સિવિલ હોસ્પિટલ ડામર રોડ બિસમાર હાલતમાં !!

editor

ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું

aapnugujarat

પ્રાંતિજના કરોલ ગામે કપિરાજે આતંક મચાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1