Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવારને થરા જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્રારા ટિફિન પહોંચાઙવામા આવી

કાંકરેજ તાલુકામાં દરેક ગરીબ પરિવારને ઘેર બેઠા થરા જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્રારા ટિફિન પહોંચાઙવામા આવી

વિશ્વને હચમચાવી દેનાર ” કોરોના વાયરસ” ની સામે લડત આપવા માટે અને કોરોના વાઇરસ બીજા લોકોમાં પસરે નહીં તે માટે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત ભરમા લોકઙાઉન કરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. ત્યારે જેના અનુસંધાન ભારતભરમાં લોક ઙાઉનમા સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં કાંકરેજ તાલુકાની જનતા દ્વારા લોક ઙાઉનને સંપુર્ણ સ્વયંભૂ બંધ પાળી કોરોના વાયરસની સામે લડવા માટે પ્રધાનમંત્રીના જનતાને લોકઙાઉનનુ સમર્થન આપ્યું છે.બીજી બાજુ વાત કરવામા આવેતો હાલ આવી પરીસ્થીતિમો સેવા ભાવી લોકો દ્રારા અનેક જગ્યાઅે ગરીબ અને બહારના નીકળી સકતા લોકો માટે સેવા કરવામા આવી રહી છે.ત્યારે આજ રીતે વેપારી મથક થરા ખાતે આવેલા જલારામ મંદિર ટ્રસ્ટ દ્રારા કેટલા સમયથી ફ્રી માં ટિફીન સેવા ચાલી રહીછે.

ત્યારે હાલમા લોક ઙાઉન સમયમા આ ટીફીન સેવા ગરીબ લોકો માટે બહુજ ઉપયોગી સાબીત થશે ત્યારે હાલ જલારામ મંદિર ટ્રસ્ટ દ્રારા ઘરે ઘરે ટીફીન પહોચાઙવામા આવી રહ્યા છે.ત્યારે આ જલારામ મંદિર દ્રારા આ સુદર આયોજન કરવામા બદલ લોકો પણ બીરદાવી રહ્યા છે.ત્યારે જે કોય લોકો આવા ગરીબ લોકોના ઘરે ટીફન પહોચે અને કોયને ભુખ્યુના રહેવુ પઙે તે માટે આપ પણ આ જલારામ મંદિર ખાતે કોન્ટેક કરી દાન આપી શકો છો અને ગરીબ લોકોને આપણા આપેલા દાનથી સેવા થય શકે છે. ત્યારે આપણું ગુજરાત ન્યુઝ પણ આપણે ખાસ અપીલ કરી રહ્યું છે “ઘરે રહો સુરક્ષિત રહો”

(તસ્વીર/અહેવાલ : મોહંમદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

પોરબંદરમાં ચણાની રૂા.૪૦ કરોડની ખરીદી : ૧લી માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી

aapnugujarat

गोमतीपुर इलाके में पुत्र प्राप्ती की लालच में पत्नी के साथ मारपीट करने से मौत

aapnugujarat

શ્રી વણકર સેવા સમાજ, કડી દ્વારા દસમો સમૂહ લગ્ન સમારોહ ૭ મેનાં રોજ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1