Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારનાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રૂ. ૧૬.૯૦ લાખનુ અનુદાન મળ્યું

રાજ્યભરનાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં તા.૮, ૯, ૧૦ જુને શાળા પ્રવેશોત્સવની ઉમંગભેર ઉજવણી કરી શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવેલ હતો. ગીર-સોમનાથ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારનાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં ખુબ જ સારો લોક પ્રતિસાદ મળ્યો છે.  જેમાં દાતાઓ વાલીગણ ધ્વારા શાળાઓને રૂ.૧૬.૯૦ લાખનુ શૈક્ષણિક કિટ સહિતની વસ્તુઓ તથા રોકડ સ્વરૂપે અનુદાન મળેલ છે. આમ વાલીગણ પોતાના સંતાનોના શિક્ષણ પ્રત્યે જાગૃત થવા સાથે શાળા તથા બાળકોના વિકાસમાં ખુલ્લા મને આર્થીક સહયોગ સાથે સહકાર પણ આપી રહયા છે.  ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૮ થી ૧૦ જુન દરમ્યાન ગ્રામ્યવિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક ૫૮૯ શાળાઓમાં ૨૫૬૦૮ બાળકોને આંગણવાડી, ધો.૧ અને ૯ માં પ્રવેશ આપી આવકારમાં આવેલ હતા. ૪૩૭ શાળાઓની મંત્રીશ્રીજશાભાઇ બારડ સહિતનાં મહાનુભાવોએ મુલાકાત લઈ બાળકોનું વાંચન, ગણન અને લેખન કસોટી લઇ શિક્ષણનું સ્તર ચકાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ ગ્રામ્યવિસ્તારનાં શાળા પ્રવેશોત્સવ માટે રૂ. ૯.૫૭ લાખનું રોકડ અનુદાન તથા ૭.૩૩ ની શૈક્ષણિક કિટ સહિતની વસ્તુઓ દાતાઓ તરફથી મળી હતી. જેનું બાળકોને શાળા પ્રવેશોત્સવ દરમ્યાન વિતરણ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧ મી સદીમાં શિક્ષણ અતિ મહત્વનું હોવાની સાથે તેનો વ્યાપ વિસ્તાર ખુબજ વધતો જાય છે. ગુજરાત સરકાર શિક્ષણ વિશેષ મહત્વા આપી બાળકોનાં ભાવિ ઘડતર માટે આંગણવાડી થી જ ઉત્તમ શિક્ષણનાં બીજ રોપવામાં આવી રહ્યા છે. બાળકોના ઘડતરમાં ઘરના વાતાવરણ સાથે શિક્ષણ અને શાળાનું વાતાવરણ પણ એટલુંજ મહત્વનું છે. આથી જ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ઉપરાંત સમગ્ર વર્ષમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા શિક્ષકોને પુરષ્કૃત કરવામાં આવે છે. આ ત્રણ દિવસના કાર્યક્રમ સાથે શાળાનું અને શિક્ષકનું શિક્ષણકાર્ય સહિત સમગ્ર મુલ્યાંકન પણ કરવામાં આવે છે.  જેમાં જિલ્લાની શાળાના કુલ ૧૨૨૬ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કરવામાં આવશે. અર્થાત શાળા પ્રવેશોત્સવમાં બાળકોને આવકારવા સાથે નિષ્ઠાવાન શિક્ષકોનું બહૂમાન પણ કરવામાં આવે છે.

Related posts

સતાધારના મહંત શ્રી વિજય બાપુ સોમનાથ મહાદેવ શિશ ઝુકાવી મહાદેવ નાઆશીર્વાદ લઇ ધન્યતા અનુભવી

aapnugujarat

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

aapnugujarat

વડોદરા ખાતે સમાજમાં થતા છૂટાછેડા અટકાવવા એક દિવસીય ચિન્તન શિબિર યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1