Aapnu Gujarat
ગુજરાત

મહાકાલ સેના સાબરકાંઠા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયુ

શ્રી સર પ્રતાપ ફાઉન્ડેશન સાબરકાંઠા તથા અરવલ્લી અને મહાકાલ સેના સાબરકાંઠા દ્વારા લોક રક્ષક દળ ભરતી બાબતે બહાર પાડેલ જી.આર. રદ ના કરવા બાબતે આજરોજ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું માંગણીઓ હતી કે અલગ અલગ સંગઠનો દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૧૮ના રોજ સરકારે કરેલ ઠરાવને રદ કરવાની માંગણી હતી તે ઠરાવ રદ ના થાય તથા બિન અનામતની બહેનોને લોક રક્ષક દળમાં પાસ થયેલ તેમને સરકારના નિયમો અનુસાર નોકરી આપવી તથા જો આ બાબતે સરકાર બિન અનામત વર્ગને નુકસાન પહોંચાડશે તો બિન અનામત સમાજ અહિંસક આંદોલન કરશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે જેવી માંગણીઓ આવેદનપત્રમાં લેખિત કરવામાં આવી હતી, વધુમાં મહાકાલ સેના સાબરકાંઠા મહામંત્રી ભૃગૃવેન્દ્રસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે બિન અનામત સમાજ સાથે સરકાર દ્વારા અન્યાય થશે તો સમાજ સહન નહીં કરે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તો તેની તમામ જવાબદારી સરકારની રહેશે. આ આવેદન પત્ર રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સર પ્રતાપ ફાઉન્ડેશન તથા મહાકાલ સેનાના લોકો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ओबीसिटी के प्रति जागृत हुए गुजराती, डायट प्लानिंग सेन्टर बढ़े

aapnugujarat

કોટડા(ફો)ગામે સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સખ્ત કેદ

aapnugujarat

ગુજરાતમાં પીવાના પાણીનો પુરતો જથ્થો છે : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1