Aapnu Gujarat
રમતગમત

વિશ્વરાજ જાડેજાએ આઈસ સ્કેટિંગમાં સિલ્વરમેડલ જીત્યો

ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવો તે આજના તમામ યુવા ખેલાડીઓનો લક્ષ્યાંક હોય છે તેમાં પણ ભારત જેવા દેશમાં ઓછી પ્રચલિત એવી વિન્ટર ગેમ્સની આઇસ સ્કેટિંગની રમતમાં ભારત તરફથી રમવું અને મેડલ જીતવો સામાન્ય વાત નથી. આજે અમે આપને એવા વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છે જેણે આંતરાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે અને તેમનું નામ છે વિશ્વરાજ જાડેજા. મૂળ અમદાવાદના વિશ્વરાજ જાડેજા નાનપણમાં સામાન્ય બાળકોની જેમ રોલર સ્કેટિંગ કરતો હતો પરંતુ તેનું લક્ષ્ય ભારત માટે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું અને દેશને મેડલ અપાવવાનું હતું. જાડેજાએ ઈન્ટરનેશનલ વિન્ટર વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સ ૨૦૨૦માં ૩ હજાર મીટરની પ્રથમ રેસમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. આવનારી ત્રણ રેસ વિશ્વરાજ શાનદાર પ્રદર્શન સાથે વધુ મેડલ જીતે તેવી શુભકામના. વિશ્વરાજે અલગ અલગ અંતરની રેસમાં ૬૬ વખત નેશનલ રેકોર્ડ બ્રેક કર્યા છે. યુરોપ ખાતે લોઅર ડિવીઝનની રેસમાં પોડીયમ ફિનિશ, રોલર સ્કેટિંગમાં નેશનલ ગોલ્ડ મેડલ, ૨૦૦૪-૦૫માં સ્કેટિંગમાં સફળતા બદલ સરદાર પટેલ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

स्कैन के बाद धवन की चोट पर लिया जाएगा फैसला : फिजियो

aapnugujarat

લોકનિકેતન વિનય મંદિર પાલડી મીઠીનું ગૌરવ વધારતી વિદ્યાર્થિની મંજુલા મોદી

aapnugujarat

वार्नर, स्मिथ को क्रीज पर समय बिताना होगा : लैंगर

editor

Leave a Comment

UA-96247877-1