Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં બે ભાઈઓ ૧૦૦થી વધુ લાશો ખાઈ ગયા

પાકિસ્તાનના બે ભાઈઓ મનુષ્યનું માંસ ખાતા હતા. આદમખોરી તેમને એટલી બધી પસંદ હતી કે તેઓ કબરમાંથી લાશોને બહાર કાઢીને ખાતા હતા. પોલીસના આંકડા પ્રમાણે બંને પાકિસ્તાની ભાઈઓએ ૧૦૦થી વધારે લાશોને કબરમાંથી કાઢીને ખાધી હતી.
દુનિયાના અનેક ભાગોમાં દરેક પ્રકારના પ્રાણીઓના માંસ ખાય છે. જેમાં સાંપ, કુતરાનો પણ સમાવેશ થાય છે. પરંતુ ક્યારે સાંભળ્યું છે કે, માણસ જ માણસનું માંસ ખાવાનો આદી હોય. પાકિસ્તાનના પંજાબ ભાખર જિલ્લામાં રહેનારા બે ભાઈઓ મનુષ્યની લાશનું માંસ ખાવાનું પસંદ કરે છે.મોહમ્મદ ફરમાન અલી અને મોહમ્મદ આરિફ અલી નામના બે ભાઈઓ વર્ષ ૨૦૧૧માં પહેલીવાર પકડા હતા.
તેઓ નજીકના કબ્રસ્તાનમાંથી ૨૪ સાલની એક મહિલાની લાશને દફનાવ્યાના બીજા દિવસે ગાયબ થઈ ગઈ હતી. ઘરવાળાઓએ તેની પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસની પૂછપરછમાં બંનેએ કબૂલ્યું હતું કે, કબરમાં દફનાવેલી લાશોને કાઢી લેતા હતા. અને તેને રાંધીને ખાતા હતા. પૂછપરછમાં અનેક બાબતો સામે આવી હતી. તેમણે એ સમયે ૧૦૦થી વધારે લાશોને રાંધીને ખાઈ ચૂક્યા છે.આ બંને આરોપીઓ પોલીસ પકડમાં આવી ચૂક્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે, આ આરોપીઓને કેવી રીતે સજા મળી શકે છે. પાકિસ્તાનના કાયદામાં આ પ્રકારના આરોપીઓને સજા આપવાની કોઈ પ્રકારની જોગવાઈ નથી. બંને ઉપર કબર સાથે છેડછાડ અને સંબંધીઓની ભાવનાઓને ઠેશ પહોંચાડવાનો કેસ ચાલ્યો છે.બંને ભાઈઓને બે વર્ષને કેદ અને દંડ ફટકાર્યો હતો.
આ ઉપરાંત તેમની સારવાર પણ ચાલી રહી છે. ડોક્ટરો પ્રમાણે તેઓ માનસિક રીતે બીમાર છે. બે વર્ષ પછી તેઓ બહાર નીકળ્યા ત્યારે તો પરત પોતાના ગામ આવ્યા હતા. પરંતુ ગામના લોકો ડરી રહ્યા છે અને તેમના વિસ્તારમાં જતા ડરે છે.

Related posts

Soros and India

aapnugujarat

UN में बोले इमरान : वैश्विक मंच पर पाक का ‘मिशन कश्मीर’ नाकाम

aapnugujarat

US के हवाई प्रांत में विमान दुर्घटनाग्रस्त, 9 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1