Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળા પાલિકાનાં સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ

રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓ પગાર અને કાયમી કરવાની માંગ મુદ્દે છેલ્લા ૯ દિવસથી હડતાળ પર હતા જેને પગલે સમગ્ર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું.આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા, પ્રદેશ કોંગ્રેસના હરેશ વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ સહિત અનેક આગેવાનો એમને મળવા આવ્યા હતા પણ હડતાળ સમેટવા તેઓ તૈયાર થયા ન હતા. અંતે રાજપીપળા પાલિકા દ્વારા ૧૪માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી એમનો પગાર કરાયો હતો તે છતાં કાયમી કરવાની માંગને લઈને એમણે હડતાળ ઉપર મક્કમ રહ્યા હતાં
૩૧ ડિસેમ્બરે ગુજરાત મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રમુખ નરેશ પરમાર, ઉપપ્રમુખ કિરણ સોલંકી સહિત અન્ય હોદ્દેદારોએ રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, માજી પ્રમુખ ભરત વસાવા અને વિપક્ષ નેતા મૂંતેઝીરખાન શેખ સાથે નગરપાલિકામાં એક બેઠક કરી હતી જેમાં છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં એમની કાયમી કરવાની માંગણીઓ મુદ્દે ૨ જાન્યુઆરીએ તાત્કાલિક બોર્ડ મિટિંગ બોલાવી ઠરાવ કરી સરકારમાં એ ઠરાવ મોકલવાની બાંહેધરી આપતા આ હડતાળ સમેટાઈ હતી.

(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

સુરેન્દ્રનગરમા પઢાર જાતિના માછીમારોને પગડીયા કીટનું વિતરણ

editor

ઇસુદાન ગઢવીની લીબંડી મોટા મંદિર ખાતે મુલાકાત

editor

વિરમગામ શહેરમાં બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1