Aapnu Gujarat
ગુજરાત

મોરાડુંગરી ગામમાં એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરથી બાળકોને ખતરો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામે આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ એમજીવીસીએલના મુખ્ય વીજ પ્રવાહ પસાર કરતા ટ્રાન્સ્ફોર્મરના ખતરામાં અભ્યાસ કરી રહ્યા છે. આ આંગણવાડીની બિલુકલ નજીક આગળના ભાગમાં ટ્રાન્ફોર્મર આવેલું છે જેના ઉપરથી ગામમાં વીજ પ્રવાહ પહોંચાડવામાં આવે છે. આ ટ્રાન્સ્ફોર્મરની નીચે લગાડવામાં આવેલ ફ્યુઝની પેટી પણ ખુલ્લી અને વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે. ટ્રાન્સ્ફોર્મરના થાંભલાનો સપોર્ટ તાર પણ આંગણવાડીના ઓટલા પર જડવામાં આવ્યો છે. એમજીવીસીએલના અધિકારીઓની બેદરકારી અહીંયા જોવા મળે છે. આંગણવાડીમાં ફરજ બજાવતા સંચાલિકાને પુછતા એમને જણાવ્યું કે ગ્રામસભામાં બે થી ત્રણ વાર ઠરાવ કરી આ ખતરારૂપ ટ્રાન્સ્ફોર્મરને હટાવવા એમજીવીસીએલની કચેરીએ સરપંચ, તલાટીએ લેખિતમાં આપ્યું હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ગત વર્ષે આંગણવાડીના બે બાળકોને ચોમાસા દરમિયાન કરંટ લાગ્યો હતો પણ કોઈ જાનહાનિ થઈ નહતી. જોખમના ઓથા નીચે આંગણવાડી આવેલી છે જેના કારણે મોટાભાગના વાલીઓ બાળકોને મોકલતા નથી. આંગણવાડીમાં હાલ તેડાગર વયમર્યાદાના કારણે ન હોવાથી ૨૦ બાળકોને લાવવા, લઇ જવાની તકલીફ પડી રહી છે. સરપંચ હરી રાઠવાએ પણ આ ટ્રાન્સફોર્મર અમારા આંગણવાડી પાસેથી તાત્કાલિક હેઠળથી હટાવવા લેખિતમાં અધિકારીને રજૂઆત કરેલ છે તેમ જણાવ્યું હતું. વાલીઓએ એમજીવીસીએલના અધિકારીઓ અને વહીવટીતંત્ર પર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. મોરાડુંગરીના ગ્રામજનોની માંગ છે કે આગામી દિવસોમાં આંગણવાડી પાસે ટ્રાન્સ્ફોર્મરને હટાવવામાં નહીં આવે તો આંદોલન કરી કુંભકર્ણની નિંદ્રામાં ઉંઘતા અધિકારીઓને જગાડવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

આઇઓસી દ્વારા ૨૭ હજાર પેટ્રોલ પંપ સ્થાપવા નિમંત્રણ

aapnugujarat

ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ ધરાવે છે : કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી  

aapnugujarat

महिलाओं के कपडे देखना कांग्रेस का संस्कार : आनंदी बेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1