Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્પીડ બ્રેકરના કારણે દરરોજ ૩૦ દુર્ઘટનાઓ થાય છે : રિપોર્ટ

ભારતમાં સ્પીડ બ્રેકરના કારણે એટલી જાન બચતી નથી જેટલા મોત થઇ જાય છે. આ અંગેની ચોંકાવનારી અને ચિંતાજનક વિગત સપાટી પર આવી છે. માર્ગ પરિવહન મંત્રાલયના આંકડાથી જાણવા મળ્યુ છે કે સ્પીડના કારણે દુર્ઘટનાથી બચવા માટે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરના કારણે જ દેશમાં દરરોજ ૩૦ દુર્ઘટના થાય છે. સાથે સાથે નવ લોકોના મોત થાય છે. આ બે વર્ષના સરેરાશ આંકડા છે. ેકેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૪થી સ્પીડ બ્રેકરના કારણે થનાર અકસ્માતોના આંકડા એકઠા કરવાની શરૂઆત કરી હતી. ગયા વર્ષના ડેટા સરકારે હજુ સુધી જારી કર્યા નથી. પરંતુ સરકારી સુત્રોએ કહ્યુ છે કે આંકડા બરોબર જ રહેનાર છે. સ્પીડ બ્રેકરના કારણે એકલા ભારતમાં જેટલા લોકોના મોત થાય છે તેના કરતા બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં વધારે લોકોના મોત થાય છે. ઓસ્ટ્રેલિયામાં વર્ષ ૨૦૧૫માં માર્ગ દુર્ઘટનામાં ૨૯૩૭ લોકોના મોત થયા હતા અને બ્રિટનમાં ૩૪૦૯ લોકોના મોત થયા હતા. સ્પીડ બ્રેકરના કારણે ભારતમાં અકસ્માતો વધારે થઇ રહ્યા છે. કન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ કબુલાત કરી છે કે આ સમસ્યા દેશભરમાં છે. અમારા દેશમાં દરેક રસ્તા પરસ્પીડ બ્રેકર છે. જે આપના હાડકા તોડી શકે છે. સાથે સાથે આપના વાહનને નુકસાન કરી શકે છે. તેમણે વાતચીતમાં કહ્યુ હતુ કે તેઓ ખાતરી કરશે કે સ્પીડ બ્રેકર બનાવતી વેળા નિયમોને પાળવામાં આવે તે જરૂરી છે. ગડકરીએ કહ્યુ હતુ કે મંત્રાલય આ બાબતની ખાતરી કરશે કે સ્પીડ બ્રેકર વિચારણા કરીને ક નિશ્ચિત જગ્યાએ જ બનાવવામાં આવે. ગ્રામીણ વિસ્તારોમાં તો દરેક ૧૦૦ મીટરના અંતરે એક સ્પીડ બ્રેકર રહે છે. આવા સ્પીડ બ્રેકર સામાન્ય રીતે આવાસ વિસ્તારોમાં રહે છે. કેટલીક જગ્યાએ ટ્રાફિકને નિયંત્રિત કરવા આ કામ કરે છે.

Related posts

યુપીમાં ડો. આંબેડકરની પ્રતિમાનો રંગ ભગવો કરાતાં દલિત સંગઠનો ખફા

aapnugujarat

ગઠબંધનમાં વડાપ્રધાન બનવા માટે લાઈનો લાગેલી છે : અમિત શાહ

aapnugujarat

राहुल का मोदी सरकार पर तंज, कहा – थाली बजाने, दिया जलाने की बजाय कोरोना योद्धाओं को सुरक्षा दो

editor

Leave a Comment

UA-96247877-1