Aapnu Gujarat
મનોરંજન

ક્વાન્ટીકો-૩માં પણ પ્રિયંકા ચોપડા મુખ્ય રોલમાં રહેશે

વૈશ્વિક સ્તર પર લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી અને સેલિબ્રિટી પ્રિયંકા ચોપડા લોકપ્રિય શો ક્વાન્ટીકોના ત્રીજા ભાગમાં પણ નજરે પડનાર છે. તે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરનાર છે. પોતાની ભૂમિકાથી તમામને પ્રભાવિત કરનાર પ્રિયંકાને અમેરિકાના લોકપ્રિય શો ક્વાન્ટીકોના ત્રીજા ભાગમાં પણ લેવામાં આવી છે. અભિનેત્રીએ કહ્યું છે કે તે ત્રીજા ભાગમાં પણ કામ કરનાર છે. સિઝન-૨ ખૂબ જ લોકપ્રિય રહ્યા બાદ હવે સિઝન-૩નું નિર્માણ પણ કરવામાં આવનાર છે. ક્વાન્ટીકોનું શુટીંગ કેનેડામાં કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા ભાગમાં શુટીંગ ન્યૂયોર્કમાં કરવામાં આવ્યું હતું. ત્રીજા ભાગમાં સ્ટોરીને અન્યત્ર લઈ જવામાં આવશે. એફબીઆઈ સ્પેશિયલ એજન્ટ એલેક્સ તરીકે ટીવી સિરિઝમાં કામ કરી રહેલી ૩૪ વર્ષીય અભિનેત્રીએ ક્વાન્ટીકોની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આ શોને ઉલ્લેખનિય સફળતા હાથ લાગી રહી છે. ૨૪૦થી વધુ ક્ષેત્રોમાં આનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ૫૬થી વધુ ભાષામાં ક્વાન્ટીકો સિરિયર રજુ થઈ રહી છે. ૨૪૦ દેશોમાં આનું પ્રસારણ થઈ રહ્યું છે. એબીસીના સૌથી સફળ કાર્યક્રમ પૈકી આને એક તરીકે આને ગણવામાં આવે છે.આ ઉપરાંત તે હોલિવુડની તેની પોતાની ફિલ્મ બેવોચમાં કામ કરી રહી છે. જેમાં તે વેમ્પ વિકટોરીયાની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મમાં વાયને જોન્સનની ભૂમિકા છે. આ ઉપરાંત ભારતીય ફિલ્મોમાં પણ તે સક્રિય થયેલી છે. હાલમાં તેના પરિવારના સભ્યો પ્રાદેશિક ફિલ્મોના નિર્માણમાં લાગેલા છે. ભાગ-૩ના શુટિંગ અંગે હજુ કોઇ વાત કરાઇ નથી.તે હિન્દી ફિલ્મો પણ હાથમાં ધરાવે છે.

Related posts

अपने करियर से ‘शानदार’ को मिटा देना चाहूंगा : शाहिद कपूर

aapnugujarat

હું અક્ષયના પેંગડામાં પગ ન નાખી શકું : શાહરુખ

aapnugujarat

मानिसक स्वास्थ्य को लेकर ज्यादा जागरूकता की जरूरत : दीपिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1