Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગઠબંધનમાં વડાપ્રધાન બનવા માટે લાઈનો લાગેલી છે : અમિત શાહ

પશ્ચિમ બંગાળના માલ્દામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણીને લઇને આજે આક્રમક પ્રચારની શરૂઆત કરી દીધી હતી. અમિત શાહે રેલી યોજીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે રથયાત્રાથી લઇને રોહિગ્યા, નાગરિક સુધારા બિલ, દુર્ગાપૂજા વિસર્જન જેવા મુદ્દા ઉપર મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દુર્ગાપૂજા વિસર્જન અને સરસ્વતી પુજાની મંજુરી જો બંગાળમાં મળી રહી નથી તો પૂજા પાકિસ્તાન જઇને લોકો કરશે તેવો પ્રશ્ન અમિત શાહે કર્યો હતો. અમિત શાહે મમતા બેનર્જીની વિપક્ષી રેલી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, વિપક્ષનું ગઠબંધન સેલ્ફી ગઠબંધન છે. તેમણે કહ્યું હતું કે, ગઠબંધન સાથે જોડાયેલા લોકો મોદીને દૂર કરવા માટે ઇચ્છુક છે. આ ગઠબંધનના લોકો મોદી દૂર થાય તેમ ઇચ્છે છે જ્યારે અમે ગરીબી દૂર થાય એમ ઇચ્છી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે, ભ્રષ્ટાચાર દૂર થાય પરંતુ આ લોકો ઇચ્છે છે કે, મોદી દૂર થાય. ગઠબંધનના લોકો ઇચ્છે છે કે, મોદી દૂર થાય રોગ અને બિમારી યથાવત રહે તો પણ ચિંતા નથી જે ગઠબંધનની રેલીમાં ભારત માતા કી જયના જયકારા લાગતા ન હોય, વંદે માતરમના નારા ગુંજતા ન હોય તે લોકો દેશનું ભલુ કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે, મમતાએ યુપીએના લોકોને પ્રેમથી બોલાવ્યા હતા. યુપીએ દ્વારા છેલ્લા વર્ષમાં બંગાળને પાંચ વર્ષમાં એક લાખ ૩૨ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા જ્યારે મોદીએ ૩ લાખ ૯૫ હજાર ૪૦૬ કરોડ રૂપિયા આપ્યા છે. અમે અઢીગણી રકમ મમતાને આપી છે પરંતુ મમતાને પૈસા ઓછા પડે છે. અડધા પૈસા તેમના લોકો ખાઈ જાય છે, અડધા પૈસા ઘુસણખોરો ખાઈ જાય છે. બંગાળના લોકોને કંઇપણ મળતું નથી. અમિત શાહે હેલિકોપ્ટર વિવાદ પર કહ્યું હતું કે, વહીવટીતંત્રનું પણ રાજકારણ થઇ રહ્યું છે. તેમના હેલિકોપ્ટરને ઉતરાણ કરવાની મંજુરી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપને બંગાળમાં એક વખત તક મળશે તો એક પણ ઘુસણખોર બંગાળમાં ઘુસી શકશે નહીં. વિદેશીઓને કોઇ તક આપવામાં આવશે નહીં. મમતા બેનર્જીને ઘુસણખોરો વધારે પસંદ પડે છે. બંગાળ સરકારના નાગરિકતા સુધારા બિલના વિરોધ કરવાના મુદ્દે પણ અમિત શાહે ઝાટકણી કાઢી હતી. અમિત શાહે કહ્યું હતું કે, જે બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થિ છે તેઓ જવાબ ઇચ્છે છે. મમતા બેનર્જી સિટિઝનશીપ બિલનું સમર્થન કરશે કે કેમ તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે. સિટિઝનશીપનો મામલો ચૂંટણી મુદ્દો બનનાર છે. બંગાળમાં દુર્ગા વિસર્જનની મંજુરી નથી. સુભાષચંદ્ર બોઝની ધરતી ઉપર કોંગ્રેસે તેમને ભુલાવી દેવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ ભાજપની દેશભક્તિએ તેમના કામને અમર કરવાના પ્રયાસ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ટીએમસી હત્યા કરાવનાર સરકાર છે. લોકશાહીનું ગળું ઘોટનાર સરકાર છે. ૨૦૧૯ની ચૂંટણીમાં નક્કી થશે કે બંગાળમાં હત્યા કરાવનાર સરકાર જોઇએ છે કે, લોકશાહી સ્થાપિત કરે તેવી સરકાર જોઇએ છે. અમિત શાહે રથયાત્રાની મંજુરી ન મળવાના મુદ્દે કહ્યું હતું કે, અમારા કાર્યકરો રથયાત્રા હેઠળ દરેક ગામ સુધી જનાર હતા પરંતુ મમતા બેનર્જી ફફડી ગયા હતા. તેમને લાગ્યું કે યાત્રા નિકળશે તો તેમની સરકારની અંતિમ યાત્રા થઇ જશે જેથી પરવાનગી આપવામાં આવી ન હતી. પંચાયત ચૂંટણીમાં હિંસાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, વિપક્ષનું ગઠબંધન સેલ્ફી ગઠબંધન છે. ૨૩ લોકો જે રેલીમાં હતા તે પૈકી નવ તો વડાપ્રધાન બનનાર હતા. વડાપ્રધાન બનવા માટે વિપક્ષમાં લાઈનો લાગેલી છે.

Related posts

पैराडाइस पेपर्स : मौनव्रत में होने की रवींद्र किशोर सिन्हा ने बात की

aapnugujarat

ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ : અમિત શાહ

aapnugujarat

મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસને નકારી કાઢી; ભાજપ-શિવસેના યુતિનો જયજયકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1