Aapnu Gujarat
ગુજરાત

દિયોદરની શાળા નં.૨ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડે રાજીનામું આપ્યું

બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ શાળા નંબર બે માં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભદ્રસિંહ રાઠોડે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીને રાજીનામું આપ્યું છે અને જણાવ્યું છે કે છેલ્લા સાત વર્ષથી ઓરમાયું વર્તન થતાં મુખ્ય શિક્ષકના હોદ્દા પરથી રાજીનામુ મંજુર કરવા અને શિક્ષક વર્ગમાં પરત મૂકવા માટે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની રાજીનામું આપ્યું છે. જોકે વધુમાં જણાવીએ તો ભદ્રસિંહ રાઠોડ તારીખ ૩૧/૮/૨૦૧૨થી મુખ્ય શિક્ષક તરીકે નો ચાર્જ સંભાળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારણાને શાળા કક્ષાએ મોનીટરીંગ અને હેડ હોલ્ડિંગ માટે મુખ્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર મુખ્ય શિક્ષક તરીકે મારી ફરજ બજાવી શકું તેમ નથી તેવું રાજીનામા પણ જણાવ્યું જણાવ્યું છે.જોકે ભદ્રસિંહ રાઠોડે રાજીનામા માં જે કારણો જણાવ્યા છે તે આ મુજબ છે (૧) મુખ્ય શિક્ષક તરીકે ભરતી થયાને ૭ વર્ષ ઉપરાંતનો સમય થયો તો પણ હું વેકેશનલ કર્મચારી છું કે નોન વેકેશનલ કર્મચારી છું ? એ તંત્ર નક્કી કરી શક્યું નથી (૨)એક વર્ષના પ્રોબેશન બાદ કાયમી હુકમ આપવાની જોગવાઈ હોવા છતાં આજદિન સુધી કાયમીનો હુકમ કરવામાં આવેલ નથી. (૩) મારી ૧૯ વર્ષની નોકરી પૂર્ણ થઈ છતાં મને કોઇપણ પ્રકારનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું નથી (૪) બઢતીથી મુખ્ય શિક્ષક સંવર્ગમાં આવેલને ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો – ૨૦૦૨ ના ૧૧ (૧) મુજબ પગાર બાંધણી કરીને એક કાલ્પનિક ઇજાફો આપવાનો થાય છે જે મોટાભાગના જિલ્લાઓમાં આપેલ નથી.
ફિક્સ પગારની નોકરી તમામ લાભ માટે સળંગ ગણવાની સુચના સરકાર દ્વારા કરવામાં આવેલી છે. મારા જેવા કેટલાક મિત્રોએ અગાઉ વિદ્યા-સહાયક તરીકે સેવા આપેલી હોય એ નોકરી સળંગ ગણવા માટે દરખાસ્ત કરવામાં આવે તો એવો જવાબ મળે કે મુખ્ય શિક્ષકને આ લાભ મળે એવો ઉલ્લેખ નથી. શું આ ન્યાયોચિત છે ? (૫),,,ભરતી કરવામાં આવી કે બઢતી આપવામાં આવી એ સમયે બાળકોની સંખ્યાની આંટ સિવાય શાળા આપવામાં આવી હતી. ધોરણ ૧ થી ૮ માં બાળકોની કુલ સંખ્યા ૧૫૦ કરતાં ઓછી હોય એવી શાળામાં પણ મુખ્ય શિક્ષકની નિમણુંક કરવામાં આવેલ છે અને ૭ વર્ષ બાદ ન્યૂનતમ સંખ્યાનું ધોરણ નક્કી કરવામાં આવ્યું જે વાજબી નથી અને હતાશા પ્રેરક છે.,,(૬)શિક્ષકોને વધ – ઘટ કેમ્પમાં ખાલી રહેલી તમામ જગ્યાઓ પૈકી પસંદગીની જગ્યા આપવાની જોગવાઈ છે જયારે મુખ્ય શિક્ષક વધ – ઘટ કેમ્પમાં ખાલી રહેલી તમામ જગ્યાઓ પૈકી સંખ્યા વધુ હોય એ જ અને ઉમેદવાર જેટલી જ જગ્યા પ્રદર્શિત કરવાની જોગવાઈ કરી છે. તો શું મુખ્ય શિક્ષક પરગ્રહવાસી છે ?(૭),મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી વહન કરતાં મને વધુ વેતન ન મળે એનો વાંધો નથી પરંતુ મારી સાથે સેવામાં જોડાયેલા શિક્ષકો કરતાં ઓછું વેતન ચુકવવામાં આવે એ ક્યાંનો ન્યાય છે ? (૮)શિક્ષક તરીકે તેમજ હાઈસ્કુલમાં આચાર્ય તરીકે નોકરી કરનારને નિવૃત્તિ સમયે સત્ર લાભ આપવામાં આવે છે અને પ્રાથમિકમાં કામ કરતા મારા જેવા મુખ્ય શિક્ષકોને સત્ર લાભ ન આપવામાં આવે એ કુદરતી ન્યાયની વિરુદ્ધ છે (૯) આરટીઈ એક્ટની જોગવાઈ મુજબ ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકની ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે જેને કારણે શાળામાં બાળકોની સંખ્યા ઘટે એ નગ્ન સત્ય હોવા છતાં એના માટે મુખ્યશિક્ષકને જવાબદાર ગણવામાં આવે છે.(૧૦)વહીવટના ભાગરૂપે કામ કરતા હોવાથી મુખ્ય શિક્ષકની વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવે તો તેમજ રાજકીય દબાણ હેઠળ મુખ્ય શિક્ષકની બદલી કરીને મોરલ ડાઉન કરવામાં આવે છે.અસંખ્ય ઉદાહરણ છે. (૧૧) શાળાની તમામ બાબતો માટે મુખ્ય શિક્ષકને જવાબદાર ગણવામાં આવે છે. બાળકોનો શૈક્ષણિક પ્રવાસ ફરજીયાત કરાવવો એવો આડકતરો આદેશ હોઈ એનું આયોજન કરવામાં આવે અને અકસ્માત થાય તો એના માટે મુખ્ય શિક્ષકને જવાબદાર ગણીને જેલને હવાલે પણ કરવામાં આવેલ છે. (ઉદાહરણ – સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તાડવાડી શાળા) (૧૨)વર્ષ ૨૦૧૩ થી કંટીન્જન્સી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. અન્ય હેતુ માટે આપેલ ગ્રાન્ટ હેતુફેર કરીને ખર્ચ કરવામાં આવે તો આક્ષેપો કરીને ખોટી તપાસ ઉભી કરીને મુખ્ય શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવે છે (૧૩)સી.આર.સી. / બી.આર.સી. કો.ઓ. ની જગ્યા માટે શિક્ષકની કેડરમાંથી પ્રતિનિયુક્તિ આપવામાં આવે છે જે અમારી ફીડર કેડર છે છતાં અમારે એમના નીચે કાર્ય કરવાનું. મુખ્ય શિક્ષકોને શાળા ફાળવ્યા બાદ બાકી વધે એમને સી.આર.સી. કો.ઓ. તરીકે ખાલી રહેલી જગ્યા પર પ્રતિનિયુક્તિ આપવામાં આવશે એવો આદેશ કરવામાં આવ્યો. એ કેટલો ન્યાયોચિત ?
જો.કે આ કારણો થી શાળા નંબર બેના મુખ્ય શિક્ષક (ૐ્‌છ્‌) ના હોદ્દા પરથી દિયોદર ખાતે આવેલ શાળા નંબર ૦૨ ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડે રાજીનામું આપવા માગ્યું છે અને શિક્ષક સંવર્ગમાં પરત મુકવા માટેની માંગણી કરી છે તો જોવાનું એ રહ્યું છે. તંત્ર રાજીનામાનો સ્વીકાર કરે છે કે નહીં એ તો હવે સમય જ બતાવશે. જો કે એ પણ વધુમાં આપને જણાવી દઇએ કે ભદ્રસિંહ રાઠોડ બનાસકાંઠા જિલ્લા તેમજ રાજ્યના મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ પણ છે.
વધુમાં જણાવી દઈએ સોમવારે બનાસકાંઠાના મોટા ભાગના મુખ્ય શિક્ષકો રાજીનામાં આપશે. આવતા અઠવાડિયે ગાંધીનગરમાં રાજ્યના તમામ મુખ્ય શિક્ષકો ધરણાકરશે એવું પણ જાણવા મળી રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગીર-સોમનાથમા ૧૮ થી ૪૪ વયના યુવાઓને કોવીશિલ્ડ વેકસીનેશનનો પ્રારંભ

editor

गुलमहोर पार्क मॉल के बाहर युवती के मामले में दो स्पा के मालिकों के बीच मारपीट

aapnugujarat

ઓપરેશનના દાવાની બાકી રકમ ગ્રાહક ફોરમે અપાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1