Aapnu Gujarat
ગુજરાત

તાંદલજા મર્ડર કેસ ઉકેલાયો : ચારની ધરપકડ

બોડેલી તાલુકાનાં તાંદલજા ગામના યુવક મિહિરનું અપહરણ કરીને તેની નિર્મમ હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દેવાના ગંભીર બનાવ સંદર્ભે કુલ ચાર આરોપીની અટક કરાઈ છે. આરોપીઓ ગુનો કબુલવામાં મગનું નામ મરી ન પાડતા પોલીસ તપાસ માં વિલંબ થઈ રહ્યો છે.
બોડેલી પોલીસ મથકે યોજેલી પ્રેસ વાર્તાલાપમાં ચાર આરોપીની અટક કાયદેસર બતાવી હતી. તાંદલજા ગામે રહેતા હિતેશ તરબદા કોળીને ગામની જ યુવતી કાજલ સાથે પ્રેમ સંબંધ હતો પણ ગામના જ યુવક અને કાજલનો પિતરાઈ ભાઈ કિશન તડવી તેઓ વચ્ચે આડખીલી બનતો હોવાનું કહીને હિતેશ, તેનો ભાઈ પ્રકાશ અને પિતા શનાભાઈએ કિશનનાં અપહરણનું કાવતરું ઘડ્યું હતું. તાંદલજામાં દાદાને ઘરે રહેતો કિશન તડવી નામનો યુવક પાંચ દિવસથી નર્મદા જિલ્લામાં સાસરી ભાણદ્રા ગયો હતો. હિતેશે કિશનની સાસરીમાં જવા માટે તેના મિત્ર મિહિરનો આશરો લીધો અને મિહિરને ખોટું બોલીને ભાણદ્રા ગામે સાસરીમાં લઇ ગયો પણ ત્યાં કિશનને ખેંચી લઈ જઈને પાંચેક જણા મારતા લઈ ગયા ત્યારે મિહિરને ખ્યાલ આવી ગયો કે આ લોકો કિશનને મારી નાંખવા મને સાથે લાવ્યા છે અને મિહિર કોઈ સાથે ફોન પર વાત કરતો જોઈ લેતા શનાભાઈ અને તેમના બે પુત્રો હિતેશ અને પ્રકાશ અને અન્ય બે ઈસમોએ તેનું કાસળ કાઢી નાખ્યું હતું, તેની સાથે મદદગારીમાં અન્ય બે પૈકી ગામનો કિશોર તડવીની પણ ચોથા આરોપી તરીકે અટક કરી છે. કોલીયારી કેનાલમાંથી તાંદલજાનાં યુવક મિહિરની મળેલી લાશનું બોડેલી પોલીસે પી. એમ. કરાવતા તેના રિપોર્ટમાં માથામાં, છાતી પેટ સહિત શરીરનાં ભાગોમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કર્યાનું દેખાઈ આવે છે. પોલીસ તપાસમાં આરોપીઓ પૂરતો સહયોગ ન આપવા સાથે મગનું નામ મરી ન પાડતા તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

ભાવનગર રેલ્વેના અધિકારિયો અને કર્મચારીઓએ “સ્વચ્છતા પ્રતિજ્ઞા” લીધી

editor

બાઈક પાંચ હજારનું અને મેમો ૧૦ હજારનો !!

aapnugujarat

રેલવેનું કામ ચાલતુ હોવાથી પલાસવાડા ક્રોસિંગ ૩ ડિસેમ્બર સુધી બંધ રહેશે

editor

Leave a Comment

UA-96247877-1