Aapnu Gujarat
બિઝનેસ

અનિલ અંબાણી વધુ એક ઝાટકો આપવા તૈયાર

દેશમાં રોજ એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. બેંકો અને જીડીપીની હાલત ખરાબ છે. મોદી સરકારના પ્રયાસો પૂરતા પડી રહ્યાં નથી એવી દેશની હાલત ખરાબ છે. આજે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. અનિલ અંબાણીની માલિકીની વધુ એક કંપની ડિફોલ્ટ થઇ શકે છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના ૨૦,૦૦૦ બોન્ડધારકો એક મોટો ફટકો સહન કરવા તૈયાર રહે, કારણ કે કંપનીએ આગામી ૩ જાન્યુઆરીના રૂ.૩૦૦૦ કરોડની બાકી રકમની સંપૂર્ણ ચૂકવણી કરવાનો વાયદો કર્યો છે પણ તેમાં કંપની સફળ રહે તેવી શક્યતા ઓછી છે.આ જંક બોન્ડ્‌સના ટ્રસ્ટીએ કંપનીને ચેતવણી આપી છે કે જો રિપેમેન્ટમાં નિષ્ફળ જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના બોન્ડધારકોમાં વ્યક્તિગત રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડો અને રિટાયરમેન્ટ સંસ્થાઓએ રોકાણ કરેલું છે. ડિબેન્ચર હોલ્ડર્સની કમિટીના એક સભ્યે કહ્યું કે, જો કંપની સંપૂર્ણ રકમની ચૂકવણીમાં નિષ્ફળ રહેશે તો તેને ડિફોલ્ટ માનીને ટ્રસ્ટી ચોક્ક્‌સપણે રિકવરી માટે કાયદાકીય માર્ગનો સહારો લેશે.નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ડિયન આર્યન અને સ્ટીલ પીએફ, સેઇલ, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, ફ્રાન્ક રોઝ, નાબાર્ડ, મહારાષ્ટ્ર સરકારની માલિકીની સિમકોમે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના બોન્ડમાં રોકાણ કર્યું છે. જેનું રેટિંગ એએ+ છે, જે ટોચના રેટિંગની તુલનાએ એક લેવલ નીચે છે. ડિસેમ્બર ૨૦૧૬માં પબ્લિક ઇશ્યૂ દ્વારા બોન્ડનું વેચાણ કરાયું હતું, જેની પ્રથમ સિરિઝ આગામી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પરિપક્વ થઇ રહી છે પરંતુ ડિફોલ્ટના કિસ્સામાં લેણદારે મુદ્દલ રકમ અને વ્યાજની સંપૂર્ણ ચૂકવણી કરવાની રહેશે.અગાઉ નવેમ્બરમાં આઇડીબીઆઇ ટ્રસ્ટીશિપ, જે આ બોન્ડના કસ્ટોડિયન છે અને રોકાણકારો વતી કામગીરી કરે છે.
તેમણે કંપનીને ડિફોલ્ટ કેટેગરીમાં ડાઉનગ્રેડ કરાયાની ચર્ચા માટે નવેમ્બરમાં ઔપચારિક બેઠક બોલાવી હતી. આઇડીબીઆઇ ટ્રસ્ટીશીપ સર્વિસિસના એમડી અને સીઇઓ સ્વપ્નકુમાર બાગચીએ ૧૯મી નવેમ્બરના રોજ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરને પત્ર લખ્યો જેમાં ૩ જાન્યુઆરીના રોજ પરિપક્વ થતા બોન્ડની સંપૂર્ણ રકમ પરત મેળવવાની માંગણી કરી હતી. પત્રમાં વધુ જણાવ્યું છે કે, જો રિપેમેન્ટ કરવામાં નિષ્ફળ જશે તો, ટ્રસ્ટી મજબૂરીવશ કાયદાકીય પગલાં લેશે. ટ્રસ્ટીએ ચાલુ વર્ષે ૧૯મી નવેમ્બરથી ૧૨ ટકા વ્યાજનો દંડ લગાવ્યો છે, જ્યારે વ્યાજની રકમને બાદ કરતા ચૂકવવાની બાકી રકમ રૂ.૨૮૨૨ કરોડ જેટલી થાય છે.

Related posts

મોબાઈલથી થશે અસલી નકલી દવાઓની ઓળખ

aapnugujarat

પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થા પર ભારતનો વાર

aapnugujarat

બજાર ધરાશાયી : સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને બંધ : અમેરિકી ડાઉજોન્સમાં પણ ચાર ટકા સુધીનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1