Aapnu Gujarat
ગુજરાત

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વારંવાર નિષ્કાળજી જોવા મળે છે. સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી રહયા હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે દર્દીઓ સાજા થવા હોસ્પિટલમાં આવતા હોય પરંતુ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી વારંવાર સામે આવી રહી છે.
થોડા દિવસો અગાઉ ડાયાલીસીસનું દૂષિત પાણી જાહેરમાં છોડાતું હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા ત્યાર બાદ હાલ ડ્રેનેજનું ગંદુ પાણી કુંડીમાંથી ઉભરાઈ બહાર આવી રહ્યું હોય ભારે દુર્ગંધથી દર્દીઓ અને તેમના સંબંધીઓ તથા સ્ટાફ હેરાન થઈ ગયા છે. સિવિલમાં ઘણી જગ્યાએ ડ્રેનેજની કુંડીઓના ઢાંકણો ખુલ્લા હોય અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે છતાં અધિકારીઓ કેમ આળસ મરડે છે એ સમજાતું નથી.આવી ગંભીર બાબતોનું ધ્યાન લઈ વહેલી તકે મરામત કરાવી ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ કરાય અને જોખમી ખુલ્લા ઢાંકણા બંધ કરાય તેવી માંગ ઉઠી છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

૭૫ ટકાથી વધુ ભાજપ સમર્થિત સરપંચો જીત્યા : કોંગ્રેસને ફરીવાર ગુજરાતની જનતાએ જાકારો અપાયો છે : જીતુભાઈ વાઘાણી

aapnugujarat

AHMEDABAD : મેટ્રોમાં કચરો, થૂંકવા અને કોચને નુકશાન કરનારને ૫૦૦૦નો દંડ

aapnugujarat

बुलेट ट्रेन : शिंजो अबेे सितंबर में अहमदाबाद आ सकते हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1