Aapnu Gujarat
ગુજરાત

કેશરગંજના ખેડૂત દ્વારા ઓર્ગેનિક ખેતીનો નવતર પ્રયોગ

હાલના ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં સિઝન વગરની ફીકી શાકભાજી અને ખેતપેદાશો મળી રહી છે જેનાથી દેશની જનતા ગંભીર બીમારીઓનો ભોગ બની રહી છે ત્યારે પ્રજાને થતી મોટી બીમારીઓને લઈ સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામના યુવા ખેડૂતો દ્વારા નવતર પ્રયાસ કરવામા આવ્યો છે ત્યારે આ ખેડૂત મિત્રો દ્વારા ખેતરોમાં દેશી ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરી લોકોને શુદ્ધ સાત્વિક અને ઝેરી દવાઓ વગરની શાકભાજી , ફળ અને ધાન્ય મળી રહે તે માટે ખેતી કરવામાં આવી રહી છે.
આ યુવા ખેડૂત મિત્રો દ્વારા કરવામાં આવેલ ખેતીથી અહીંની પ્રજાને સ્વાસ્થ્યને લઈ મોટો ફાયદો થઇ શકે તેમ છે જેને લઈ હાલમાં અહીંથી પસાર થતા લોકો આ નવતર પ્રયાસને બિરદાવી ઝેરી રસાયણોના ઉપયોગ કર્યા વગર પકવેલી શાકભાજીની ખરીદી બજારમા મળતી શાકભાજીની તુલનાએ થોડા વધારે દામ આપી હોંશેહોંશે ખરીદી કરી રહ્યા છે જ્યારે હાલમાં લોકોને કેન્સર સહિતની નીતનવી ગંભીર બીમારીઓ થઇ રહી છે જેનું મુખ્ય કારણ એક જ છે કે પેસ્ટીસાઈજ દવાઓ અને રાસાયણિક ખાતરો જેના વપરાશને કારણે ખેતીની જમીનમાં ફળદ્રુપતા ઘટી રહી છે અને આપણાં દેશની જનતા મહાબીમારીઓથી પીડાઈ રહી છે ત્યારે આ ખેડૂત યુવા મિત્રો દ્વારા ઓર્ગેનિક ખેતી કરી લોકોનું સ્વાસ્થ જળવાઈ રહે તે હેતુથી દરેક પ્રકારનાં શાકભાજી, ફળ અને ધાન્યનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને આપણાં દેશની જનતાને ગંભીર બીમારીઓથી બચાવવા નવતર પ્રયોગ કરી લોકોને પોતાના નિત્ય આહારમાં ઓર્ગેનિક ખેત પેદાશો ઉપયોગ કરવા માટે અને દેશનાં ખેડૂતોને દેશી ગાયના છાણના ખાતર આધારીત ઓર્ગેનિક ખેતી માટે સંદેશ પાઠવવા પ્રયાસ કર્યૉ છે સરકાર દ્વારા પણ જૈવિક પ્રાકૃતિક ખેતી કરી મબલખ પાક મેળવી રહ્યા છે જેનો વડાલી અને આજુબાજુના વિસ્તારના લોકો સહિત અમદાવાહથી અંબાજી તરફ પસાર થતા વાહનચાલકો પણ ઓર્ગેનિક ખેત પેદાશોની ખરીદી કરી કેશરગંજના ખેડૂતોના પ્રયાસને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

આવતીકાલે સવારે ૧૦.૦૦ કલાકે ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિસ્તારકશ્રીઓની બેઠક યોજાશે

aapnugujarat

કોરોના મહામારી લોકો ભગવાનના ભરોસે છે, અમને પરિણામ જાેઈએ : હાઈકોર્ટ

editor

वडोदरा में सड़क पर आवारा घूम रहे पशुओं के मालिकों को ३ महीने की जेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1