Aapnu Gujarat
સ્વસ્થતા

શિયાળામાં આરોગ્યની જાળવણી

હાલના સમયમાં દુનિયાની લગભગ ૯૦ ટકા વસતી પ્રદૂષણના ખતરનાક મારને ઝીલી રહી છે. તેમાં ભારતનો નંબર સૌથી ઉપર છે. સદીઓથી આ સમસ્યા વધતી જઈ રહી છે. ગંભીર બીમારીઓથી બચવા માટે આપે આપના ઘરને પ્રદૂષણમુક્ત રાખવું બહુ જ જરૂરી છે. કેટલાક સરળ ઉપાયો છે કે જે તમારા ઘરને લીલુંછમ અને પ્રદૂષણમુક્ત બનાવી શકે છે.મોટાભાગના લોકો શિયાળામાં વધુ સમય સુધી ઘરના પડદા બંધ રાખે છે. અથવા તો ઘર અને બારીના દરવાજા બંધ રાખે છે.
તમે નક્કી કરો કે ઘરના દરેક ખૂણામાં સૂર્યનો તડકો પડવો જ જોઈએ. પેઈન્ટ કલરનો ઉપયોગ કરતાં પહેલા ધ્યાન આપો કે તેમાં કાચ અને વીઓસી ન હોય. દીવાલમાં તિરાડ પડી હોય તો તેને ભરાવી દેવી જોઈએ. આમ ઘરમાં હવાની અવરજવર રહેવી જોઈએ, તે આદર્શ ઘર મનાય છે.એક્ટિવેટેડ ચારકોલ એટલે કે કાર્બન પણ કુદરતી હવાને સાફ બનાવે છે. ચારકોલ કોલસા, લાકડા, કોકોનટ શૈલ જેવા કેટલાક તત્વો મેળવીને બનાવાય છે. જેમાં કોઈ ગંધ હોતી નથી. ઈન્ડોર એર પોલ્યુશનનું કારણ છે વીઓસી એટલે કે વોલેટાઈલ ઓર્ગેનિક કંપાઉન્ડ્‌સ. જેનો નાશ કરવામાં એક્ટિવેટેડ ચારકોલ ખુબ જ ફાયદાકારક છે. રેગ્યુલર રૂમ ફ્રેશનરની જગ્યાએ ચારકોલ ફ્રેશનર લો. તે માત્ર દુર્ગધને ઘરમાંથી દૂર કરે છે, તેની સાથે હવાને સાફ કરે છે. તેને લિનેન બેગમાં ભરો, અને પગરખા ઘરમાં અથવા છાજલી અથવા બાથરૂમમાં મુકવું જોઈએ.
મીણબત્તી કુદરતી હવાનો શુદ્ધ કરવાનું કામ કરે છે. જો તમને ઘરમાં કેન્ડલ સળગાવવાનું પસંદ હોય તો પૈરાફિન કેન્ડલથી બચશો કારણ કે તેમાં હાનિકારક તત્વો હવામાં ફેલાય છે. ખાસ કરીને દમના રોગીઓ માટે આવી મીણબત્તી ઘરમાં સળગાવીને જરૂર રાખવી. જે ખૂબ લાંબા સમય સુધી વગર ધૂમાડે અને સુંગધ વગર તે સળગે છે. એવી જ રીતે મીઠુ પણ પ્રાકૃતિક તરીકે પ્યૂરિફાયર માનવામાં આવે છે. એટલા માટે સોલ્ટ લેપનો ઉપયોગ કરી શકો છો. તેને આપ સળગાવો કે તેને રૂમમાં રાખી મુકો તો હવા સાફ કરવામાં સહાયક બને છે.ઘરને પ્રદુષણમુક્ત કરવા માટે કેટલાક હાઉસ પ્લાન્ટ્‌સ પણ મદદગાર છે. આપના ઘરમાં કેટલાક પ્લાન્ટ્‌સ જરૂર લગાવવા જોઈએ. જેમ કે એલોવેરા, સ્પાઈડર પ્લાન્ટ્‌સ, સ્નેક પ્લાન્ટ, બામ્બૂ પામ, લેડી પામ, અરેકા પામ, ડ્‌વાર્ક ડેટ પામ, પીસ લિલિ, રબર પ્લાન્ટ્‌સ અને બોસ્ટન ફર્ન વગેરે. આ નાના પ્લાન્ટ્‌સ પણ સરળતાથી વધે છે. સાથે તેની કોઈ ખાસ દેખભાળ રાખવાની જરૂરિયાત નથી હોતી. ઘરને લીલુંઝમ બનાવવા અને પ્રદૂષણથી રાહત મેળવવામાં ઉપયોગી. ઈન્ડોર એર પોલ્યુશનમાં સૌથી વધુ વધારો કરે છે રસોડું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગેસ સ્ટવ પર ખાવાનું બનાવવાથી નાઈટ્રોજન ડાઈ ઓક્સાઈડ નીકળે છે. જે શ્વાસ લેવામાં હાનિકારક છે. તે ઉપરાંત કાર્બન મોનોઓક્સાઈડ અને પાર્ટિકુલેટ મેટર જેવા હાનિકારક કેમિકલ હોય છે. એટલા માટે રસોડામાં એક્ઝોસ્ટ ફેન અથવા ચીમની લગાવવી જોઈએ. રસોડાની બારી ખુલ્લી રાખીને રસોઈ બનાવવી જોઈએ.તંદુરસ્ત જીવન માટે મજબૂત હાડકાં જાળવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને મહાનગરોમાં શિયાળામાં પ્રદૂષણને લીધે સૂર્યકિરણો પૂરતા પ્રમાણમાં લોકો સુધી પહોંચતાં નથી. આવી સ્થિતિમાં લોકોને કુદરતી વિટામિન-ડી ખૂબ ઓછું મળે છે અને તેમના હાડકાં નબળાં થવા લાગે છે. આ સંદર્ભે, દિલ્હીની એક હોસ્પિટલના ઓર્થોપેડિકલ વિભાગ અને સ્પોટ્‌સ ઇજાના વરિષ્ઠ સલાહકાર વિશ્વદીપ શર્માએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેઓ કહે છે કે જો આપણે શિયાળામાં યોગ્ય સમયે સૂર્યસ્નાન કરીએ તો તે અનેક રોગોથી બચી શકાય છે.દિવસ દરમિયાન સનબાથ કરવા અને વિટામિન-ડીના પૂરતા પ્રમાણને જાળવવા માટેના યોગ્ય સમય વિશે ઘણા સંશોધન કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે શરીરના ૨૦ ટકા એટલે કે હાથ-પગ ઢાંક્યા વિના દરરોજ ૧૫ મિનિટ સૂર્યપ્રકાશનું સેવન કરીને વિટામિન-ડી સારી માત્રામાં લઈ શકાય છે. પરંતુ સવાલ એ છે કે સૂર્યપ્રકાશના સંપર્કમાં કયા ડેલાઇટ શ્રેષ્ઠ અનુરૂપ છે. એવું માનવામાં આવે છે કે સવાર અને સાંજની સનબાથિંગ શરીર માટે સૌથી યોગ્ય છે, પરંતુ સત્ય એ છે કે સવારે ૧૦ થી સાંજના ૩ વાગ્યા દરમિયાન, સૂર્યપ્રકાશ માનવ શરીરની ત્વચાને વિટામિન-ડી પ્રદાન કરે છે. સૂર્યસ્નાન દરમિયાન કોઈ ક્રીમ અથવા લોશન ત્વચા પર લગાવવું ન જોઇએ..
રાજધાની દિલ્હી જેવા શહેરોમાં, જ્યાં પ્રદૂષણને કારણે સૂર્યપ્રકાશ ન આવી શકે ત્યાં લોકો દૂધના ઉત્પાદનો દ્વારા વિટામિન ડીની ઉણપને પૂર્ણ કરી શકે છે.પ્રી-મેનોપોઝલ અને પોસ્ટ મેનોપોઝલ કેટેગરીમાં મહિલાઓને ઓસ્ટિઓપોરોસિસ અન ેઓસ્ટિઓમેલેસિયા થવાની સંભાવના વધુ હોય છે. જે મહિલાઓ પોતાને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે અને જે મહિલાઓ સન ક્રીમ લગાવે છે તેઓમાં ખૂબ ઓછું વિટામિન-ડી હોય છે, કારણ કે સૂર્યપ્રકાશ ત્વચામાં પ્રવેશતા નથી. તો, બાળકોમાં વિટામિન ડીની ઉણપ રિકેટ્‌સની સમસ્યાનું કારણ બને છે. તેથી, બાળકોએ શરૂઆતના દિવસોથી પૂરતા આહારની સાથે તડકો પણ શેકવો જોઈએ. એવા બાળકો ખાસ કરીને જેમણે માતાનું દૂધ પીવાનું બંધ કરી દીધું છે, તેમને વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવાની જરૂર છે.શિયાળામાં હાડકાંને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ પણ ફાયદાકારક છે. તેનાથી હાડકાઓની ઘનતાને જાળવી રાખે છે, ત્યાં ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓ ટાળે છે. વળી, જો હાડકાં મજબૂત બનવા હોય, તો શિયાળામાં શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહો. ક્રિમ અને લોશનનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
જો આપણે વિટામિન-ડીની ઉણપ પર ધ્યાન ન આપીએ, તો અપંગતા સાથે પનારો પડી શકે છે.શિયાળામાં માર્કેટમાં ઘણાં સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થ બજારમાં આવે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની શકે છે. આજે અમે તમને આવા જ કેટલાક ફૂડ્‌સ વિશે જણાવીએ છીએ જે શિયાળાની ઠંડીથી બચાવવા સાથે તમને સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાઓ પણ આપી શકે છે.ખોરાકની દ્રષ્ટિએ શિયાળો ખૂબ મહત્ત્વનો હોય છે, કારણ કે શિયાળામાં આપણે વધારે વસ્તુઓ ખાઈએ છીએ તે આપણા શરીરને ઊર્જા આપે છે. શિયાળામાં લોકો પોતાને ઠંડકથી બચાવવા માટે ગરમ કપડાંનો ઉપયોગ કરે છે, પરંતુ ઠંડક સામે લડવા માટે શરીરની અંદર આંતરિક ગરમી હોવી જ જોઇએ. આવા ખોરાકમાં બાજરી, બદામ, આદુ, મધ, મગફળી અને વધુ કેટલીક ચીજો છે. જો શરીરનું તાપમાન અંદરથી જાતે જળવાશે તો શરદી ઓછી થશે અને ઘણાં રોગોથી બચી શકાશે. આ જ કારણ છે કે ઠંડીમાં આહાર પર વિશેષ ધ્યાન આપવાનું આયુર્વેદમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.બદામ ઘણાં ગુણોથી સમૃદ્ધ છે. તેનું નિયમિત સેવન અનેક રોગોથી બચવામાં મદદરુપ થઈ શકે છે. ઘણી વાર એવું માનવામાં આવે છે કે બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે, પરંતુ આ ડ્રાયફ્રૂટ અનેક રોગો સામે લડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેના ઉપયોગથી કબજિયાત દૂર કરી શકાય છે, જે શિયાળાની સૌથી મોટી સમસ્યા છે. બદામમાં ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવાનો ગુણ પણ છે. તેમાં વિટામિન-ઇ પુષ્કળ પ્રમાણમાં હોય છે.શું તમે જાણો છો કે રોજિંદા આહારમાં આદુનો સમાવેશ કરવાથી ઘણી નાનીમોટી બીમારીઓથી બચી શકાય છે. શિયાળામાં કોઈ પણ રીતે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદા થઈ શકે છે. તે શરીરને હૂંફ પ્રદાન કરે છે અને પાચનને પણ યોગ્ય રાખે છે.કેટલાક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે. બાજરી એક એવું અનાજ છે. શિયાળામાં બાજરીનો રોટલો બનાવો અને ખાઓ. નાના બાળકોએ બાજરીનો રોટલો ચોક્કસપણે ખાવો જોઈએ. તેમાં ઘણાં તંદુરસ્ત ગુણધર્મો પણ છે. અન્ય અનાજની તુલનામાં બાજરીમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ છે. તેમાં તે બધા ગુણો છે, જે આરોગ્યને યોગ્ય રાખે છે. બાજરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ટ્રિપ્ટોફેન, ફાઈબર, વિટામિન-બી, એન્ટીઓકિસડન્ટો વગેરે શરીરને આવશ્યક તત્વો હોય છે.શરીરને સ્વસ્થ અને શક્તિશાળી રાખવા માટે આયુર્વેદમાં મધને અમૃત માનવામાં આવ્યું છે. બધી ઋતુમાં મધનું સેવન ફાયદાકારક છે, પરંતુ શિયાળામાં મધને મહત્વપૂર્ણ ગણી શકાય. આ દિવસોમાં ચોક્કસપણે તમારા આહારમાં મધનો સમાવેશ કરો. તેથી પાચનમાં સુધારો થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.ઓમેગા -૩ ફેટી એસિડ્‌સ શિયાળામાં શ્રેષ્ઠ ખોરાક છે. તે મુખ્યત્વે માછલીઓમાં જોવા મળે છે. માંસાહારીઓ માટે શિયાળાના દિવસોમાં માછલીઓ ખાવી, તે શરીરને હૂંફ આપે છે. તેમાં ઝીંક પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેથી તે શરીરની પ્રતિરક્ષા વધારે છે અને રોગોને દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે.મગફળીમાં હાજર એન્ટી ઓકિસડન્ટ, વિટામિન, ખનીજો વગેરે અત્યંત ફાયદાકારક છે. શિયાળામાં મગફળીનું સેવન કરવાથી તમે ઘણાં આરોગ્ય લાભ મેળવી શકો છો. તેને તમારા આહારમાં શામેલ કરો.તમારા આહારમાં લીલાં શાકભાજીનો સમાવેશ ચોક્કસ કરો. શાકભાજી શરીરની પ્રતિકારશક્તિને વધારે છે. શિયાળામાં મેથી, ગાજર, બીટ, પાલક, લસણ ખાઓ. તેની રોગપ્રતિકારક શક્તિ શરીરને મજબૂત બનાવે છે.શિયાળામાં તલ ખાવાથી શરીરમાં શક્તિ મળે છે. તલના તેલની માલિશ કરવાથી શરદીથી બચી શકાય છે. તલ અને માખણનો ઉકાળો બનાવી પીવાથી ઉધરસ સંચિત કફ દૂર થઈ શકે છે. તલમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ.

Related posts

These Fitness Tips Help Take Inches off Your Waistline

aapnugujarat

શું તમને પણ એસિડિટી ની તકલીફ છે, અપનાવો આ ટિપ્સ – જડમૂળથી થઈ જશે દૂર

aapnugujarat

શિયાળામાં ખરાબ સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઉપાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1