Aapnu Gujarat
ગુજરાત

દિયોદરની શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ એનસીસી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

દિયોદર ખાતે ૩૫ ગુજરાત બટાલીયન એનસીસી પાલનપુરથી ૧૫ ડિસેમ્બર સુધી પખવાડિક સ્વચ્છતા પ્લાસ્ટિક મુક્ત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિયોદરની શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલના એ.સો. મનદિપસિંહ ચૌહાણ જી.વી.વાઘેલા આટર્સ એન્ડ કોમર્સ, સાયન્સ કોલેજના એનસીસીનાં એ.એન.ઓ.કપૂર પટેલ તેમજ રૈયા હાઈસ્કૂલના શિક્ષક અનિલ પટેલ તેમજ આર્મીના જવાન મુકેશકુમાર તેમજ ત્રણે ફેક્ટના એન.સી.સી. ૧૫૦ કેડેટ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતાં.એનસીસી વી. કે. વાઘેલા હાઈસ્કૂલમાંના એન.એસ.ઓ. મનદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત દિયોદર શહેરમાં સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન મળી રહે અને દિયોદર શહેરમાં સ્વચ્છતા જોવા મળે અને ગંદકી દૂર થાય અને લોકો રોગોના ભોગ ના બને તે હેતુથી દિયોદર શહેરમાં રેલીનું આયોજન કરાયું હતું જેમાં અમારી શાળાના બાળકો જોડાયા હતા.આ રેલીથી દિયોદર શહેરમાં સ્વચ્છતા જાગૃતિના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગુજરાતના કોન્ટ્રાક્ટરોનું ૩૦મી જૂને મહાસંમેલન

aapnugujarat

સેટેલાઈટ ગેંગરેપ : મોટાભાગની માંગ સંતોષાતા પિતાએ અરજી પાછી ખેંચી

aapnugujarat

રાહુલ ગાંધી સાથે વાઘેલાની લાંબી બેઠક : અટકળનો દોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1