Aapnu Gujarat
ગુજરાત

કડી શહેરમાં સ્વચ્છતાનો પ્રચાર પ્રસાર તેમજ સફાઈ કામદારોનું સન્માન કરાયું

કડી નગરપાલિકામાં સ્વચ્છતા રથનું આગમન ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલમાં થયેલ જે નગરપાલિકા દ્વારા સેનેટરી શાખામાં કામગીરી કરતા સફાઈ કર્મચારીઓનું તથા સેનેટરી સુપર વાઇઝરો પૈકી સારી કામગીરી કરતા ૮ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ તેમજ સફાઈ કર્મચારી તથા ભૂગર્ભ ગટર સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ, સેફટી કીટ, માસ્ક,હેન્ડ ગ્લોઝ, કોટી, ગમબુટ, ગેસ સિલિન્ડર, બ્લોઅર તથા ગટરની કુંડીમાં કેવા પ્રકારનો ગેસ છે તથા કેટલી માત્રામાં છે તે માપવાનું મશીન વગેરે સેફટીના સાધનો આપવામાં આવ્યા તેમજ ઉપસ્થિત રહેલ નગરજનો,કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, કડી મત વિસ્તારના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, પ્રમુખ શારદાબેન પટેલ, ઉપપ્રમુખ નિલેશ નાયક, ચેરમેન વિષ્ણુ પટેલ તથા એન.જી.ઓ.જે.સી.આઈ.કડીમાંથી પધારેલ સભ્યોને નગરપાલિકા ચીફ ઓફિસર નરેશ પટેલ દ્વારા સ્વચ્છતાના શપથ લેવડાવ્યા ત્યારબાદ ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા સ્વચ્છતા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ સ્વચ્છતા રથ કડી શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ફર્યો અને સ્વચ્છતા અંગેના પ્રચાર પ્રસાર કર્યો.
ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્ય તિથિ નિમિતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને કડી નગરપાલિકાના સયુંકત ઉપક્રમે પ્રથમ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગુજરાતમાં પારો ૪૧થી ૪૩ વચ્ચે રહી શકે છે : હવામાન વિભાગ

aapnugujarat

અમારે ત્યાં જે કચરો હતો જે આપ પાર્ટીમાં કાઢી મુકેલા લોકો હતા તે આજે કમલમની અંદર જોડાયા છે – આપનો દાવો 1500નું લિસ્ટ આપો

aapnugujarat

લાંભા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા ૩ લોકોના કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1